આણંદ જીલ્લાના પેન્શન લેવા માટે ઘરેથી નિકળેલી ઓડ ગામની વિધવા આધેડ મહિલાની હત્યા અને તેની સાથે હત્યા પૂર્વે કરવામાં આવેલ દુષ્કર્મનો ભેદ આણંદ પોલીસે ઉકેલી નાખ્યો છે. શારીરિક સબંધો જવાબદાર હોવાને કારણે વિધવા મહિલાની હત્યા કરી નાખવામાં આવી હોવાની આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે .
આ કેસની હકીકત એવી છે કે, ઓડ ગામના ઉન્નતી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય લક્ષ્મીબેન પ્રજાપતિના પતિનું 10 વર્ષ પહેલા જ અવસાન થયું હતું ,જેથી સરકારી પેન્શન મેળવતા લક્ષ્મીબેન માટીના કોળિયા અને અન્ય માટીની ચીજ વસ્તુનું વેચાણ કરી વધુ આવક મેળવતા હતા. માટીની વસ્તુઓ બનાવી જુદા જુદા ગામડાઓમાં વેચવા જતા હતા. આ દરમિયાન શીલી ગામે રહેતા અજય ઉર્ફે ભગો પ્રવિણભાઈ ચૌહાણનો ટેમ્પો ભાડે કરી જતા, જેથી લક્ષ્મીબેન અજયના વધુ પરિચયમાં આવ્યા હતા. જોકે અજયની ઉમર 28 વર્ષની હોય અને પરણિત હોવા છતાં પણ લક્ષ્મીબેન સાથે તેની આંખ મળી ગઈ હતી અને લક્ષ્મીબેન અને અજય ગામડાઓમાં જતા આવતા અવારનવાર શરીર સબંધ બાંધતા હતા ,ગત તારીખ 07/11/19 ના રોજ લક્ષ્મીબેન પેન્શન લેવા આણંદ આવ્યા હતા જોકે મોડી રાત સુધી તેઓ પરત ન ફરતા લક્ષ્મીબેન ના પુત્રે પોતાની માતાની શોધખોળ હાથ ધરી હતી જોકે મોડી રાત્રે લક્ષ્મીબેનની લાશ પ્રતાપપુરા રોડ પરથી મળી આવી હતી.
આપણ વાંચો : આણંંદ/ પેન્શન લેવા નિકળેલી મહિલાની મળી લાશ, દુષ્કર્મ પણ થયાની આશંકા
લક્ષ્મીબેનની લાશ ખંભોળજ પોલીસ ને મળી આવતા ,મૃતકની લાશનું કરમસદ મેડીકલ હોસ્પીટલમાં પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું અને હત્યારાઓને ઝડપી પાડવા ટેકનીકલ પાસાઓ ધ્યાનમાં લઇ ,લક્ષ્મીબેન ઓડથી આણંદ આવ્યા તે રોડ પરના જુદા જુદા સીસીટીવી કેમેરા અને લક્ષ્મીબેન જે મોબાઈલ વાપરતા હતા તેની કોલ ડીટેલ મંગાવતા અજય ઉર્ફે ભગો પ્રવિણભાઈ ચૌહાણનું નામ ખુલતા પોલીસે અજયને ઘરેથી પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા બનાવના દિવસે લક્ષ્મીબેને શરીર સબંધ ન બાંધવા દેતા હત્યા કરી નાખી હોવાની કબુલાત કરી હતી .
અજયે લક્ષ્મીબેનની હત્યા એકલા હાથે જ સારસા રોડ પર અવાવરું જગ્યાએ કરી નાખી ફરાર થઇ ગયો હતો. પણ રાત્રીના સમયે હત્યાને અકસ્માતમાં ખપાવી નાખવા પોતાના કૌટુંબિક પિતરાઈ ભાઈ પંકજ ઉર્ફે પકો જીવાભાઈ ચૌહાણને ખાતર ભરવા જવાનું છે તેમ જણાવીને સારસા નળીમાં જ્યાં લાશ છુપાવી હતી, ત્યાં લઈ ગયો હતો અને લાશને લઈ જવાનું કહેતા જ ગભરાઈ ગયેલા પંકજ ઉર્ફે પકાએ ના પાડી હતી. જેથી અજયે લક્ષ્મી તો ગઈ જો તુ મને સપોર્ટ નહીં કરે તો તને પણ મારી નાંખીશ તેવી ધમકી આપતાં ગભરાઈ ગયેલો પંકજ ઉર્ફે પકો તેને મદદ કરવા માટે તૈયાર થઈ ગયો હતો. બન્નેએ થડિયા નીચે દબાવેલી લાશને બહાર કાઢી હતી અને ટેમ્પીમાં નાંખીને સવા આઠેક વાગ્યાના સુમારે ખંભોળજ-પ્રતાપપુરા રોડ ઉપર લાશને ફેંકી દઈને ઘરે જતા રહ્યા હતા.
ઓડની વિધવા આધેડ મહિલા લક્ષ્મીબેનની હત્યા પરથી ગણત્રીના દિવસોમાં જ પડદો ઊંચકવામાં ખંભોળજ પોલીસને સીસીટીવી ફુટેજ અને કોલ ડીટેલ્સ મહત્વની સાબિત થયા છે .અને હત્યામાં વપરાયેલ ટેમ્પો અને છરી અને અન્ય પુરાવા કબજે કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
