Gujarat Weather/ Gujarat Rain Live: નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોનું સ્થળાંતર કરાયું

આ જીલ્લાઓમાં પડી રહ્યો છે વરસાદ, જાણો કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે…

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં Gujarat Rain આગામી 5 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની Heavy Rain શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય Rain થતા ભારે વરસાદ પડશે. 26 અને 27મીના રોજ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. 29 ઓગસ્ટ સુધી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ Red, Orange, Yellow Alert જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Rain Live Update

3.59

રાજકોટના જેતપુરમાં વરસાદ મેળામાં વિઘ્ન બન્યો છે.  જેતપુરમાં પણ મેળામાં રાઇડ્સને મંજૂરી અપાઈ નથી. લોકો રાઇડસ વગર મેળાની મોજ  માણી  શક્યા નથી.

3.46

વલસાડની ઓરંગા નદીમાં પૂર આવ્યું છે. નદી પરના લો લેવલ અને પુલ પાણીમાં ગરકાવ થયા છે. ગરેડીયા રોડ પર ઓરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. સલામતીના ભાગરૂપે પૂલને બંધ કરાયો છે. બંને તરફના ગામનો સંપર્ક કપાઈ ગયો છે.

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. ઉદવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. પાણી ભરાતા રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.  ઉદવાડા થી બગવાડા જતા સારણ રોડ બંધ કરાયો છે. પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો. વિસ્તારના કેટલા ઘરોમાં પણ પાણી ભરાયા. વલસાડમાં ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે.  વલસાડ જિલ્લામાં હજી પણ વરસાદી માહોલ યથાવત છે.

3.40

નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઓમકારેશ્વર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.  સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો. ડેમના 15 દરવાજા 1.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. 1.75000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. પાણી છોડવામાં આવતા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નદી કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ. કાંઠા વિસ્તારના લોકોને નદી તરફ નહીં જવા અપીલ કરવામાં આવી છે.

3.15

રાજકોટમાં વીરપુર પાસેનો છાપરવાડી-2 ડેમ ઓવરફલો થયો છે. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમ થયો ઓવરફ્લો. ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો છે. ડેમમાં 120 ક્યુસેકની આવક સામે 120 ક્યુસેકની જાવક છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા.

3.00

દાહોદમાં લીમખેડામાં આવેલ ઉમરીયા ડેમ છલકાયો છે. અવિરત વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા છે. વધુ વરસાદના પગલે નદીનાળા છલકાયા. 24 કલાકમાં ડેમ સાઈટ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાણીની આવક વધતા ઉમરીયા ડેમ છલકાયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. 9 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

2.45

CM ભુપેન્દ્ર પટેલે 7 જીલ્લામાં લોકોને વલસાડ, તાપી, વાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલમાં  ભારે વરસાદને કારણે સ્થળાંતરણની ખાતરી આપી છે. જરૂર પડે તો એસડીઆરએફ-એનજીઆરએફની પણ મદદ આપવાની ખાતરી આપી છે.

2.20

* સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે.

* ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે.

* મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી.

* મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી.

* મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી.

* દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૬૪ મી.મી. થયો છે.

•છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ૩૨૬ મી.મી. વલસાડના વાપીમાં નોંધાયો છે.

1.40

નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ થયું છે. કાવેરી નદીના જળ સ્તર વધતા તંત્ર એલર્ટ થયું છે. દેસરા વિસ્તારમાંથી 17 લોકોનું સ્થળાંતર કરાયું છે. 17 લોકોને નજીકના આશ્રય સ્થાનમાં ખસેડાયા છે. પૂર્ણા અને કાવેરી નદીની વધતી સપાટી ઉપર તંત્રની ચાંપતી નજર છે.

1.25

બનાસકાંઠાના ધાનેરામાં મેઘ મહેર થથઈ છે. સતત ત્રીજા દિવસે ધાનેરામાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે.

1.20

નલસારીમાં કાવેરી, અંબિકા અને પુર્ણા નદીમાં પુર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. કાવેરી નદી કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવનું મંદિર જળમગ્ન થયું છે. નદી કાંઠે ન જવા લોકોને માટે અપાઈ સૂચના.

2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

તાલુકા વરસાદ (મિમીમાં)
ખેરગામ 216
વલસાડ 160
પારડી 103
સાગબારા 101
વાંસદા 100
ડાંગ-આહવા 98
કુકરમુંડા 97
ધરમપુર 95
વઘઇ 90
ચીખલી 86
કપરાડા 80
ડેડિયાપાડા 73
નાંદોદ 68
સુબીર 61
વાપી 61
કરજણ 58
ઉચ્છલ 56
સિનોર 52
ગણદેવી 52
ગઢડા 52
વલભીપુર 50
નિઝર 50

12.15

પાટણમાં ત્રણ કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

12.00

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તાપી જિલ્લામાં આવેલ ડોસવાડા  ઓવરફ્લો થયો છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ. બારડોલી માંથી પસાર થતાં લો લેવલ બ્રીજ બંધ કરાયો. મીંઢોળા નદી ભયજનક સપાટીએ વહેતી થઇ છે.

11.41

પાટણમાં સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરથી  સુજલામ સુફલામ કેનાલ મારફતે નવા નીર છોડાયા છે. નદીમાં પાણી આવતા નીરના વધામણા કર્યા છે. ભાજપના આગેવાનો કાર્યકરોએ નીરના કર્યા વધામણા. નર્મદે સર્વદેના નાદ સાથે નીરના કર્યા વધામણા. નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.

11.40

સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. સૂર્ય પુત્રી તાપી નદીનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પાણીની આવકને પગલે તાપીમાં નવા નીર આવ્યા છે.

ઉકાઈ ડેમમાંથી છોડાયેલુ પાણી તાપી નદીમાં આવ્યું છે. ડેમમાંથી 1.51 લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું છે. નદીમાંથી દરિયામાં 1.89 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. તાપી નદી હાલ 9 મીટરની સપાટી પર છે.

11.37

નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે. ચીખલી, ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

11.34

સુરતમાં ભારે વરસાદના કારણે પાણી પાણી થઈ ગયું છે.  પાણીના પ્રવાહમાં બાઈકચાલક તણાયો હતો, માંગરોળમાં ધસમસતા પ્રવાહમાં
ગુંદીકુવા ગામ પાસે બાઈકચાલક તણાયો હતો. સ્થાનિકોની નજર પડતા તેઓ મદદે પહોંચ્યા હતા અને માનવસાંકળ કરી ચાલક અને બાઈકને બહાર કાઢતા બાઈકચાલકનો જીવ બચ્યો છે.

11.31

વલસાડમાં મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ડેમમાં 86 હજાર ક્યુસેક પાણીની આવકના કારણે ડેમના 10 દરવાજા 2 મીટર ખોલાયા, ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. દમણ, દાદરા નગર હવેલીના ગામોને સાવચેત કરાયા છે.

11.28

સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત જોવા મળ્યો છે. મોડી રાત્રે વરસાદથી કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ સુરતમાં આખો દિવસ વરસાદ વરસ્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં જ 2 ઈંચ વરસાદ પડયો હતો. સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે માહોલ જામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

11.23

કચ્છમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ બાદ રસ્તો ધોવાયો છે. ખાવડા-જુણા ગામ નજીક રસ્તાનું ધોવાણ થયું છે. કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણા થયા છે. ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પુલ, કોઝવે તૂટ્યા છે. લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રજૂઆત બાદ પણ કામગીરી ન કરાયાના આક્ષેપો થઈ રહ્યાં છે. વહીનટી તંત્ર રસ્તાને નવો બનાવે તેવી ગામ લોકોની માગ ઉઠી છે.

11.00

સાબરકાંઠામાં સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. પ્રાંતિજના સાદોલીયા નજીક સાબરમતી નદીમાં પાણી વહ્યા છે. હિંમતનગરના દેરોલ નજીક પણ નદીમાં પાણી વહ્યા છે. વિજાપુર, હિંમતનગર, ઇડરમાં નદીમાં નવા નીર આવ્યા છે. સાબરમતી નદીમાં પાણી વહેતા સ્થાનિકોમાં આનંદ ફેલાયો છે.

10.28

સાબરકાંઠામાં નદીમાં નવા નીરની થઇ આવક.  ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે. પ્રાંતિજ, તલોદ વચ્ચેથી પસાર થતી ખારી નદીમાં નવા નીર જોવા  લોકો ઉમટ્યા છે.

9.54

ગીર સોમનાથમાં સરસ્વતી નદીમાં આવ્યું પૂર. મધ્યરાત્રીના સમયે નદીમાં પૂર આવ્યું હતું, પ્રાંચી માધવરાય મંદિર ફરી જળમગ્ન થયું છે.
આ ચોમાસા ઋતુમાં પાંચમી વાર માધવરાય ભગવાન જલમગ્ન બન્યા છે. સરસ્વતી નદીમાં બિરાજમાન છે માધવરાય ભગવાન.

9.50

બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં ભકતોનો ધસારો જોવા મળ્યો છે. આરતીમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા. તહેવારો નિમિતે ભકતોનું ઘોડાપુર ઉમટયું, મંદિરના ચાચર ચોકના પરિસરમાં પાણી ભરાયા. રજાના દિવસોમાં મંદિરમાં ભકતોનો ભારે ધસારો ભારે વરસાદમાં ભકતો ભીંજાતા ભીંજાતા દર્શન કરવા પહોંચ્યા. ઘણા ભકતો મંદિરમાં છત્રીઓ લઇને દર્શન કરવા આવ્યા છે.

ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો આ તાલુકામાં

તાલુકો વરસાદ (મિમિમાં)
વાપી 326
કપરાડા 301
પારડી 300
ઉમરપાડા 280
ખેરગામ 268
ધરમપુર 226
વિજાપુર 207
વલસાડ 194
સોનગઢ 186
ઉમરગામ 178
છોટાઉદેપુર 176
વ્યારા 167
માંગરોળ 150
વાંસદા 144
કપડવંજ 143
વધઇ 135
ડાંગ-આહવા 132
કડી 122
ગરબાડા 118
માણસા 116
જેતપુર 105

9.40

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નેત્રંગમાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો, હાંસોટ અને વાલિયામાં 3-3 ઇંચ વરસાદ, અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. વાગરા, ભરૂચ, ઝઘડિયામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં બે દિવસ કલેક્ટર તુષાર સુમેરાએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તેમણે ટ્વીટ કરી જાણકારી આપી છે. નાગરિકોને સતર્કતા જાળવવા આપી માહિતી. બિન જરૂરી પ્રવાસ ટાળવા પણ અપીલ કરી છે.

9.33

રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેર ઉપરાંત ગોંડલના ગ્રામ્યમાં વરસાદ નોંધાયો છે. એક મહિનાના વિરામ બાદ વરસ્યો છે વરસાદ. ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. વરસાદના પગલે ખેતી પાકોને થશે ફાયદો.

9.25

ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત બે દિવસથી શહેર તથા ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદથી ઘોઘામાં 25 મીમી, સિહોરમાં 24 મીમી વરસાદમાં તણાયા છે. ઉમરાળામાં 18 મીમી, પાલિતાણામાં 17 મીમી વરસાદ પડ્યો છે.
ગ્રામ્યમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

9.20

પંચમહાલમાં મોરવાના હડફ ડેમમાં પાણીની આવક વધી છે. ભારે વરસાદના કારણે હડફ ડેમમાં આઠ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના ત્રણ દરવાજા પોણા બે મીટર સુધી ખોલાયા. 8064 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, રૂલ લેવલ સપાટી જાળવવા પાણી નદીમાં છોડાયું છે. હડફ ડેમની હાલ ની જળ સપાટી 165.80 મીટર છે અને ડેમમાં 90.65 ટકા ભરાયો છે હાલ રૂલ લેવલ સપાટી જાળવવા પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હડફ ડેમમાં રાત્રે 5 ગેટ 9 મીટર સુધી ખોલી 40 હજાર ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવતા હડફ નદીમાં જાણે પુર આવ્યું હોય એવા દ્રશ્યો જોવાયા હતા.

9.10

વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા છે. તમામ તાલુકામાં મુશળધાર વરસાદ, વાપીમાં 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડી અને કપરાડામાં 12-12 ઇંચ વરસાદ હતો, ધરમપુરમાં 9 ઇંચ, વલસાડમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. ઔરંગા, દમણગંગા, કોલક નદી તોફાની સ્વરૂપે જોવા મળી છે. આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ઓરંગા નદી ગાંડીતુર બની છે. નદી બે કાંઠે જોવા મળી છે. લોકોને એલર્ટ રહેવા સૂચના આપાઈ છે.

9.00

અમરેલીના બાબરામાં રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. શહેર, ગ્રામ્યમાં વરસ્યો ધોધમાર વરસાદ હતો. ગમા, પીપિલયા સહિતના ગામોમાં વરસાદના પગલે રસ્તા પર પાણી વહ્યા હતા. સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. જૂનાગઢમાં મોડી રાત્રે વરસાદી માહોલ છે. મેંદરડામાં વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં 81 મીમી, વંથલીમાં 60 મીમી વરસાદ,  કેશોદ અને માણાવદરમાં 39-39 મીમી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત 5 દિવસ વરસાદમાં તરબોળ થશે

આ પણ વાંચો: ગાયબ થયેલો વરસાદ 22 ઓગસ્ટ પછી બમણા જોરથી ત્રાટકશેઃ અંબાલાલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી ઠંડીની આગાહી, ગુજરાતમાં ઠંડી જોર પકડશે તેમજ માવઠાની શક્યતા