Gujarat Weather/ સમગ્ર ગુજરાત 5 દિવસ વરસાદમાં તરબોળ થશે

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી પાણી પાણી કરી દીધું છે. મેળા સમયે જ વરસાદનો ધમાકેદાર…..

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં આગામી 5 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની Heavy Rain શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય Rain થતા ભારે વરસાદ પડશે. 26 અને 27મીના રોજ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. 29 ઓગસ્ટ સુધી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં શરૂ થયેલા વરસાદના રાઉન્ડમાં વરસાદની મહત્તમ ઘટ પૂરી થઈ જશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં એકથી ત્રણ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

ગુજરાતમાં જન્માષ્ટમીના Janmashtmi તહેવાર સમયે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી પાણી પાણી કરી દીધું છે. મેળા સમયે જ વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થતા મેળાના આયોજકો અને મેળા રસિયાઓ ચિંતિત બન્યા છે. ગઈકાલે 190થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગઈકાલે રાજ્યના 11 તાલુકાઓમાં 5 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે પણ રાજ્યમાં મેઘરાજા ભુક્કા કાઢે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ખેડૂતોને વહેણ વોંકળા કાંસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે. ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે. ટૂંકી મુદ્દતના પાકો અર્ધ ચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે. બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે. ૨૩ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.

 ગઈકાલે સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. મહેસાણા, વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ઊંઝા, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં અંડરપાસ બંધ થઈ ગયો હતો. ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

આ પણ વાંચો: ગાયબ થયેલો વરસાદ 22 ઓગસ્ટ પછી બમણા જોરથી ત્રાટકશેઃ અંબાલાલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી ઠંડીની આગાહી, ગુજરાતમાં ઠંડી જોર પકડશે તેમજ માવઠાની શક્યતા