Not Set/ ગુજરાતમાં આતંકી હુમલાની આશંકાનાં પગલે સુરક્ષામાં કરાયો વધારો

15 ઓગષ્ટનાં રોજ સ્વતંત્ર દિવસ અને ભાઇ-બહેનનાં પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન છે. જેને લઇને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ બની રહી છે. ત્યારે આ શુભ દિને ગુજરાતમાં આતંકી હુમલાની આશંકાનાં પગલે એલર્ટ આપવામા આવ્યુ છે. આ વખતે 15 ઓગષ્ટનાં દિવસે એલર્ટ આપવાનુ એક મહત્વનું કારણ જમ્મુ-કાશ્મીરમાં સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરવામાં આવી હોવાનુ ચર્ચાઇ […]

Gujarat Others

15 ઓગષ્ટનાં રોજ સ્વતંત્ર દિવસ અને ભાઇ-બહેનનાં પવિત્ર સંબંધનો તહેવાર રક્ષાબંધન છે. જેને લઇને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ બની રહી છે. ત્યારે આ શુભ દિને ગુજરાતમાં આતંકી હુમલાની આશંકાનાં પગલે એલર્ટ આપવામા આવ્યુ છે. આ વખતે 15 ઓગષ્ટનાં દિવસે એલર્ટ આપવાનુ એક મહત્વનું કારણ જમ્મુ-કાશ્મીરમાં સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરવામાં આવી હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.

ગુજરાતમાં એલર્ટ આપી દેવા પાછળનું એક કારણ IB ને મળેલ ઇનપુટ છે. રાજ્યમાં દરેક ધાર્મિકસ્થળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આતંકી હુમલાની આશંકાને પગલે દરિયાઇ સુરક્ષા અને સીમા સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આવતી કાલે 15 ઓગષ્ટ અને રક્ષાબંધન હોવાથી ગુજરાતમાં આતંકી હુમલાની આશંકા છે. જેને લઇને સુરક્ષાનાં ભાગ રૂપે તમામ જિલ્લાઓમાં ચાપતુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યુ છે. સાથે જ પવિત્ર યાત્રાધામ મંદિરો છે તેની પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.