Gujarat Rain News: રાજ્યમાં આજે મુશળધાર વરસાદનો કહેર જોવા મળ્યો. ગતરોજથી અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદનું જોર રહ્યું. વહીવટીતંત્ર ભારે વરસાદને પગલે અનેક સ્થાનો પર એલર્ટની આગાહી કરી. અમદાવાદમાં ગત મોડી રાતે વરસાદ કહેર મચાવ્યો. તો બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી સોરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જોવા મળશે.
Weather Update:
આણંદ: 11:10 AM
આણંદમાં વહેલી સવારથી વરસ્યો વરસાદ. કરમસદ, ગાના, વિદ્યાનગર સહિતમાં વરસાદ. આણંદમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ.
બોરસદમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. ઉમરેઠ, પેટલાદ, ખંભાતમાં 2-2 ઇંચ વરસાદ. વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ આવી સામે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. કરમસદમાં ઝાડ સાથે વીજપોલ ધરાશાયી. વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો.
જામગનગર: 10:35 AM
જામનગરના ધ્રોલનો ઉંડ-2 ડેમ ઓવરફ્લો. ડેમનાં 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. લોકોને નદીનાં પટ તરફ ન જવા સૂચના. સલામત રીતે સ્થળાંતર માટે સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી.
દાહોદ: 10:10 AM
દાહોદ જીલ્લામા સાર્વત્રિક વરસાદ. ભારે વરસાદના પગલે માછણ નદી બે કાઠે થઈ. માછણ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા. લીમડીથી સંજેલી જોડતો માર્ગ બંધ થયો. સાવચેતીના ભાગ રુપે કોઝવે બંધ કરાયો.
દાહોદમાં ધાનપુરમાં આવેલ અદલવાડા ડેમ ઓવરફલો થયો. ધાનપુરનો જીવા દોરી સમાન અદલવાડા ડેમ ઓવરફલો થતા ચેતવણી જારી કરવામાં આવી. છેલ્લા ત્રણ દિવસથી અવરિત વરસાદથી ડેમમાં નવા નીર જોવા મળ્યા. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નદીનાળા છલકાયા. ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. 7 જેટલા ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ. નદી નાળા છલકાતા ડેમમાં પાણીની આવક વધી. પાણીની આવક વધતા અદલવાડા ડેમ છલકાયો. સંપૂર્ણપણે ભરાયેલો ડેમ અવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરાયા. હાલ મા 0.5 મી ની સપાટી એ અવરફલો. ડેમમાં પાણીની આવક નો સ્ત્રોત વધતા તંત્ર નીચાણવાળા વિસ્તારોમાં દોડતું થયું.
મહેસાણા: 09:35 AM
મહેસાણા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. કડીમાં ચાર ઇંચ, વિજાપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ. મહેસાણામાં અઢી ઇંચ વરસાદમાં પાણી ભરાયા. મહેસાણાના પ્રવેશદ્વાર સમા ગોપીનાળામાં પાણી ભરાયા. મોઢેરા ચાર રસ્તા પાસેના ST બસ પોર્ટમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી.
રાજકોટ: 09:30 AM
રાજકોટના ઉપલેટામાં નદીઓમાં પાણીની આવક થઈ. વરસાદ બાદ નદીઓમાં પાણીની આવક નોંધાઇ. વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક. નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા લોકો ને હાલાકી. ગઢાળાથી ઉપલેટા ભાયાવદર તરફ જતા લોકોને હાલાકી જોવા મળી.
રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. સતત બીજા દિવસે વરસ્યો ધોધમાર વરસાદ ખાબક્યો. ગઈકાલે રાજકોટમાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમર વરસ્યો વરસાદ ખાબક્યો. રાત્રીના 12 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં નોંધાયો એક ઇંચ વરસાદ. સેન્ટ્રલ ઝોનમાં 25 mm, ઇસ્ટ ઝોનમાં 24 mm અને વેસ્ટ ઝોનમાં 26 mm વરસાદ નોંધાયો.
મહીસાગર: 09:20 AM
મહીસાગર જિલ્લામાં આભા ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. રાત્રી દરમીયાન સંતરામપુરમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો. ચીબોટા અને સુખી નદી બે કાંઠે થઈ. નવા ની ની આવક થતા નગરજનોમાં ખુશી જોવા મળી. લુણાવાડામાં 6 ઇંચ, કડાણામાં 6 ખાનપુરમાં 5 ઇંચ અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
મોડાસા: 09:10 AM
મોડાસા શહેરના વરસાદે વધારી મુશ્કેલી સર્જી. માણેકબા અને વિદ્યાકુંજ સોસાયટી વરસાદ ધીમો પડયા બાદ પણ હજુ પાણીમાં ગરકાવ થઈ. ફાયરની ટીમોએ 6 લોકોનું સ્થળાંતર કર્યુ. 6 લોકોને સલામાત સ્થળે ખસેડાયા.
નર્મદા: 08:55 AM
નર્મદાના મોવી ગામમાં વિકાસના નામે મીંડુ. થોડા જ વરસાદમાં તંત્રની પોલ ઉજાગર કરતા દ્રશ્યો સામે આવ્યા. વરસાદને પગલે નદીમાં પાણીમાં પૂર આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવના જોખમે લોકો નદી પાર કરી રહ્યા છે. વાલીઓ બાળકોને ખભે બેસાડી નદી પાર કરાતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા.
આ વિદ્યાર્થીઓ સાગબારાના મકરાણ તથા મોવી ગામના વિદ્યાર્થીઓ છે. મકરાણ ગામ પાસે પાઇપ નાળું 2 વર્ષ થી તૂટી જતા જ્યાંથી અવર જવર માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. ગામની વચ્ચે થી પસાર થતી નદી માં ગામના બાળકો ને શાળાએ જવા માટે વાલીઓએ ખભા પર બેસાડીને એક કિનારે થી બીજા કિનારે મૂકવા જવું પડે છે.
સુરેન્દ્રનગર: 08:55 AM
સુરેન્દ્રનગરના લીંબડી અને ધ્રાંગધ્રામાં વરસાદ. લીંબડીના બોરાણા, રામરાજપર, નટવરગઢમાં વરસાદ. ધ્રાંગધ્રા તાલુકામાં પણ 24 કલાકમાં 4 ઇંચ વરસાદ. વરસાદ પડતા મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયો.
અમદાવાદ: 08:50 AM
અમદાવાદમાં રાતે ભરવાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા. વરસાદે કહેર મચાવાત અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા. એક લક્ઝરી બસ અંડર બ્રિજમાં ફસાઇ જતા ફાયરની ટીમ બોલાવવામાં આવી. પાલડી પરિમલ પાસેના અંડર બ્રિજમાં બસ ફસાઇ ગઈ. આ લકઝરી બસ જોધપુરથી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની બસ છે.

અંડરબ્રિજમાં ફસાયેલ બસમાં લગભગ 25 જેટલા મુસાફરો બસમાં સવાર હતા. વરસાદને પગલે ડ્રાઈવરને ના પાડવા છતા બસ અંડરબ્રિજમાંથી ચલાવી અને ફસાઈ. બસ અંડર બ્રિજમાંથી ચલાવતા બસ અધવચ્ચે ફસાઈ ગઈ. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોચી મુસાફરોને બચાવ્યા. ફાયરની ટીમે દોરડા વડે મુસાફરોને બહાર કાઢ્યા.
અમદાવાદના પૂર્વમાં વરસાદી પાણી ભરાતા કેનાલ ઓવરફ્લો થઈ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. કેનાલની બન્ને તરફ આવેલ ને.હાઈવે પર પાણી ભરાયા. ભારે વરસાદને પગલે પાણી ભરાતા હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું. ખોખરા, ગુજરાત હાઉસીંગ બોર્ડના તમામ માર્ગ પર પાણી. હાટકેશ્વર ઓવરબ્રિજથી CTM ઓવરબ્રિજના માર્ગ પાણીમાં. ખારીકટ કેનાલના પાણી ઉછળીને બહાર આવ્યા.
પંચમહાલ: 08:40 AM
પંચમહાલમાં હડફ ડેમના 5 દરવાજા ખોલ્યા. ઉપરવાસમાં વરસાદથી હડફ નદી પાણીની આવક થઈ. પાણીની વધુ આવક થતા ડેમમાંથી પાણી છોડાયુ. રુલ લેવલ 165.87 અને હાલ નું લેવલ 165.50 છે જયારે રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા.
સુરત: 08:48 AM
સુરતમાં તાપી નદી બે કાંઠે થઇ. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી. નદીમાં પૂર આવતા નાનપુરા સ્થિત નાવડી ઓવારો પાણીમાં ગરકાવ થઈ. સૂર્યપુત્રી તાપી નદીમાં પાણીનો ઘસમસ્તો પ્રવાહ વધતા ચેતવણી જારી કરાઈ. નદીમાં પાણીનો પ્રવાહ વધતા નાવડી ઓવારા પર લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો.

પોલીસ અને પાલિકાએ ફુવારા ખાતે જવાનોન તૈનાત કરાયા. અવરજવર ના થાય તે માટે બેરીકેટિંગ ગોઠવાયા. તાપીના જળસ્તર પર પાલિકા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
હિંમતનગર: 08:40 AM
હિંમતનગર હાઇવે પર વરસાદી પાણી ભરાયા. મુશળધાર વરસાદને પગલે શામળાજી- અમદાવાદ હાઇવે પાણી-પાણી થઈ ગયો. નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા મોતીપુરા અને મેડીસિટી ચોકડી પર ચક્કા જામ થયો. હાઇવે પર પાણી ભરતા વાહન ચાલકો પરેશાન થયા. પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતી સર્જાઇ.
ખેડા: 08:35 AM
ખેડાના નડિયાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી. નડિયાદના અનેકો વિસ્તારોમાં ભરાયા પાણી. વરસાદને પગલે પૂર્વ અને પશ્ચિમને જોડતો રસ્તો બંધ થયો. શ્રેયસ ગરનાળું, માઈ મંદિર ગરનાળું પાણીમાં ગરકાવ થયું. આ ઉપરાંત શહેરમાં આવેલ ખોડીયાર ગરનાળુ પણ પાણીમાં ગરકાવ થયું.
વડોદરા: 08:30 AM
વડોદરામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો. સમગ્ર શહેર તેમજ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો. દાંડિયા બજાર મુખ્ય રસ્તો નદીમાં પરિવર્તિત થયો. સ્ટેશન રેલ્વે ગરનાળામાં પણ ભરાયા પાણી. ભારે વરસાદને લઇ તંત્ર થયું એલર્ટ. આજવા સરોવરની સપાટી 211.80 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી છે 18.25 ફૂટ થઈ.
વલસાડ: 08:29 AM
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. તમામ તાલુકાઓમાં વરસ્યો વરસાદ. કપરાડામાં સૌથી વધુ 10.5 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 5 ઇંચ, ધરમપુરમાં 9.5 ઇંચ, પારડીમાં 7.16 ઇંચ, કપરાડામાં 10.5 ઇંચ, ઉમરગામમાં 3.5 ઇંચ અને વાપી 7 ઇંચ વરસાદ નોંધાયો.
વલસાડના કપરાડાના વાડી ગામમાં ભૂસ્ખલન થયું. ગામ નજીક ડુંગરનો એક ભાગ ધસ્યો. ડુંગરનો ભાગ ધસતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ડુંગર નીચેના 4 ઘરોને ખાલી કરાવાયા. ડુંગર ઉપર જવાની મનાઈ ફરમાવાઇ.
અરવલ્લી: 07:47
અરવલ્લીમાં મોડાસા શહેરને મેઘરાજાએ ઘમરોડ્યું. બસપોર્ટની બાજુમાં આવેલા કોમ્પલેક્ષની દુકાનો ડૂબી ગઈ. પ્રિન્ટિંગ મશીન સહિતના મશીન પાણીમાં ડૂબ્યા. વરસાદી પાણી ભરાવાથી થયું મોટું નુકશાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી.
અરવલ્લીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદને પગલે મોડાસામાં 5 ઇંચ, મેઘરજમાં 3 ઇંચ, માલપુરમાં અઢી ઇંચ, ધનસુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. રાત્રિભર વરસાદને પગલે મોડાસાના સર્વોદયનગર વિસ્તારમાં પાણી ભરાયા. વિધાકુંજ, તમન્ના સહિત સોસાયટીમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા.
સાબરકાંઠા: 07:45 AM

સાબરકાંઠામાં મોડી રાત્રિથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના આઠ તાલુકામાં વરસાદ નોંધાયો. હિંમતનગરમાં 88મીમી, પ્રાંતિજમાં 63મીમી વરસાદ, તલોદમાં 57મીમી, ઇડરમાં 44મીમી વરસાદ નોંધાયો. સાબરકાંઠાંમાં હાલનો વરસાદ વાવણી લાયક થવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. વાવણી કરેલા પાકો માટે વરસાદ થશે ફાયદાકારક છે તેમ ખેડૂતોનું કહેવું છે.
સાબરકાંઠામાં હાથમતી નદીમાં નવા નીર આવ્યા. ઘોરવાડા નજીકથી પસાર થતી નદીમાં નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી. હાથમતી નદીમાં નવા નીર આવતા કાંઠા વિસ્તારના સ્થાનિકો અને ખેડૂતો આનંદિત થયા.
ખેડબ્રહ્મામાં31 મિમી, વીજયનગરમાં 31, વડાલીમાં 26, ઇડરમાં 44, હિંમતનગરમાં 88, પ્રાંતિજમાં 63, તલોદમાં 57, અને પોશીનામાં 40 વરસાદ નોંધાયો.

અમદાવાદ: 06:41 AM
રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદે મચાવ્યો કહેર. અમદાવાદમાં સર્વત્ર વિસ્તાર જળબંબાકાર થયો.અમદાવાદમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સમનો કરવો પડ્યો. રાત્રિના સમયે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. અનેક જગ્યાએ ઘુંટણ સમા પાણી ભરાયા.

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ માઝા મૂકી છે. શહેરમાં રાત્રિભર ભારે વરસાદને પગલે ઠેર ઠેર અનેક વૃક્ષો ધરાશાયી થયા. શહેરમાં દર્પણ ચાર રસ્તાથી અંકુર રોડ પર વૃક્ષ ધરાશાયી થયા. તો કાંકરિયાથી રાયપુર પાસેના વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. આ ઉપરાંત લો ગાર્ડન પાસે પણ એક વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગ તેમજ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પંહોચી કામગીરી હાથ ધરી છે.
બનાસકાંઠાઃ 06:27 AM
બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્રએ સ્થાનિકોની સતર્ક રહેવા અપીલ કરી. રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહીના કારણે એલર્ટ રહેવા સૂચના આપી. હવામાન વિભાગની આગાહી મુજબ 25થી 30 તારીખ સુધી ભારે વરસાદનું જોર રહેશે. રાજસ્થાનમાં પણ ભારે વરસાદ રહેતા તંત્રએ સ્થાનિકોને જાગૃત રહેવા સુચના આપી.
બનાસકાંઠામાં 24 કલાકમાં સાવત્રિક મેધ મહેર થઈ. વડગામમાં 2.4 ઇંચ,ધાનેરામાં 1.96 ઇંચ વરસાદ. અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત. ભારે વરસાદની આગાહીના કારણે તંત્ર સતર્ક થયું છે.
