jammu kashmir assembly election/ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, 44 બેઠકો પર ઉતાર્યા ઉમેદવારો

જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

Top Stories India Breaking News

Jammu Kashmir Assembly Election:જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં પ્રથમ તબક્કા માટે 18મી સપ્ટેમ્બરે, બીજા તબક્કા માટે 25મી સપ્ટેમ્બરે અને ત્યારબાદ ત્રીજા તબક્કા માટે 1લી ઓક્ટોબરે મતદાન થશે.

હકીકતમાં, ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી એવા સમયે જાહેર કરવામાં આવી છે જ્યારે રવિવારે (25 ઓગસ્ટ) પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યોએ ભાગ લીધો હતો. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા અને સોમવારે (26 ઓગસ્ટ) ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

ભાજપે કોને અને ક્યાંથી ટિકિટ આપી?

વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજપોરાથી અર્શીદ ભટ્ટ, શોપિયાંથી જાવેદ અહેમદ કાદરી, મો.રફીક વાની અનંતનાગ પશ્ચિમથી ચૂંટણી લડશે. એડવોકેટ સૈયદ વજાહતને અનંતનાગથી, સુશ્રી શગુન પરિહારને કિશ્તવાડથી અને ગજય સિંહ રાણાને ડોડાથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે. કુલદીપ રાજ દુબે રિયાસીથી, રોહિત દુબે શ્રી માતા વૈષ્ણો દેવી અને ચૌધરી અબ્દુલ ગની પૂંચ હવેલીથી ચૂંટણી લડશે. પવન ગુપ્તા ઉધમપુર પશ્ચિમથી, ડૉ. દેવિન્દર કુમાર મણિયાલ રામગઢ (SC)થી અને મોહન લાલ ભગત અખનૂરથી ચૂંટણી લડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચિરાગ પાસવાન લોકજનશક્તિ પાર્ટીના વડા તરીકે ચૂંટાયા

આ પણ વાંચો:‘બાળ બુદ્ધિ માત્ર મનોરંજન માટે સારી હોય’:કિરણ રિજિજુનો રાહુલ ગાંધીને પલટવાર, રાહુલે કહ્યું હતું- ‘મિસ ઈન્ડિયામાં એક પણ દલિત-આદિવાસી નથી’

આ પણ વાંચો:‘UPS માં U એટલે મોદી સરકારનો યુ-ટર્ન’, નવી પેન્શન યોજના પર કોંગ્રેસે કર્યો પ્રહાર