England squad : ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 27 વર્ષીય ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ફિટ થઈ જતાં તેને આવતા મહિને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી માટે 14 સભ્યોની ટીમમાં સામેલ કર્યો છે. ઈજાના કારણે તે લગભગ બે વર્ષ સુધી મેદાનથી દૂર હતો. તેણે 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ માર્ચ 2021થી તે ઈંગ્લેન્ડ તરફથી રમ્યો નથી. આર્ચરની કોણીમાં ઈજા થઈ હતી. તેના કોણીના બે ઓપરેશન થયા છે. તે મે મહિનામાં પરત ફરવાનો હતો, પરંતુ પીઠની સમસ્યાને કારણે તેમાં વિલંબ થયો હતો. ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. અગાઉ તે ડિસેમ્બર 2020 માં યોજાવાની હતી પરંતુ તે કોવિડ -19 ને કારણે મુલતવી રાખવામાં આવી હતી.
ત્રણ મેચોની શ્રેણી છ દિવસ સુધી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ બ્લૂમફોન્ટેનમાં રમાશે. બીજી મેચ આ જ મેદાન પર 29 જાન્યુઆરીએ રમાશે. ત્રીજી વનડે કિમ્બર્લેમાં યોજાશે. ઇંગ્લેન્ડની ટીમ સાઉથ આફ્રિકામાં વનડે સીરીઝ બાદ ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે. ત્યાં પ્રથમ ટેસ્ટ 16 ફેબ્રુઆરીથી માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં રમાશે.ઇંગ્લેન્ડની ટીમ હાલ ભારે ફોર્મમાં છે, પાકિસ્તાનને તેના ઘર આંગણે જ વ્હાઇટ વોશ કરીને સીરિઝ જીતી છે. ટવેન્ટી ટેવેન્ટી વર્લ્ડ કપ પણ જીતી છે જોશ બટલરે કમાન સંભાળતા સ્થિતિ ટીમની બદલાઇ છે.આફ્રિકા સામે તેમનો ફાસ્ટ બોલક આર્ચર પરત આવતા ટીમની તાકાત વધી જશે.
દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર (c), મોઈન અલી, જોફ્રા આર્ચર, હેરી બ્રુક, સેમ કુરાન, બેન ડકેટ, ડેવિડ મલાન, આદિલ રશીદ, જેસન રોય, ફિલ સોલ્ટ, ઓલી સ્ટોન, રીસ ટોપલી, ડેવિડ વિલી ક્રિસ વોક્સ
