Lifestyle: જો તમને દ્રાક્ષ ખાવી પસંદ હોય તો પછી તમને એનો જ્યૂસ પણ અવશ્ય પસંદ પડશે જ! દ્રાક્ષનો રસ (Grapes Juice) બનાવવો અત્યંત સરળ છે અને થોડી મિનિટોની અંદર જ 2 ગ્લાસ ભરીને જ્યૂસ બનાવી શકો છો.
ખાટી-મીઠી અને રસીલી દ્રાક્ષ ખાવામાં ઘણી જ ટેસ્ટી લાગે છે. કદાચ કોઇક જ એવું હશે કે જેને દ્રાક્ષનો સ્વાદ પસંદ ન હોય! જો તમને દ્રાક્ષ ખાવી પસંદ હોય તો પછી તમને એનો જ્યૂસ પણ અવશ્ય પસંદ પડશે જ! ઘરમાં મિક્સરમાં તમે આસાનીથી મિક્સરમાં દ્રાક્ષનો જ્યૂસ કાઢી શકો છો અને આ તાજો-તાજો અંગૂર રસ પીને તમારા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પ્રાપ્ત થશે. ઉનાળામાં માર્ચ મહિનો (March) શરુ થતા જ ગરમીએ પોતાનું પ્રચંડ સ્વરુપ દેખાડવાનું શરુ કરી દીધું છે અને આ ઋતુમાં લૂ (Heat Stroke) લાગવાનું જોખમ વધારે રહે છે. આનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના ખાદ્યપદાર્થોનું સેવન કરતા જોવા મળે છે જેમ કે, કાચી કેરી, તરબૂચ, ટેટી, લીંબુનું શરબત, શેરડીનો રસ, ફળોના જ્યૂસ વગેરે…
દ્રાક્ષનો રસ બનાવવો અત્યંત સરળ છે અને થોડી મિનિટોની અંદર જ 2 ગ્લાસ ભરીને જ્યૂસ બનાવી શકો છો. લીલી અથવા તો કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને તમે આ જ્યૂસ બનાવી શકો છો. તો ચાલો જોઇએ, ઘરે દ્રાક્ષનો રસ બનાવવાની રેસિપી (Recipe) વિશે…

મિક્સરમાં દ્રાક્ષનો રસ (Grapes Juice) શી રીતે બનાવશો?
આ માટે તમારે જે સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે એ આ મુજબ છે.
સામગ્રી
250 ગ્રામ દ્રાક્ષ
2-3 આઇસ ક્યૂબ્સ
1 ગ્લાસ પાણી
સ્વાદાનુસાર સંચળ
2 ચમચી ખાંડ

બનાવવાની વિધિ
1. દ્રાક્ષનો જ્યૂસ બનાવવા માટે તમારે તાજી અને ગળી દ્રાક્ષ (Sweet Grapes) લેવાની રહેશે. લગભગ 250 ગ્રામ દ્રાક્ષથી તમે 2 ગ્લાસ જ્યૂસ બનાવી શકશો.
2. દ્રાક્ષને સારી રીતે ધોઇને સ્વચ્છ કરી લો.
3. આ ઉપરાંત, તમારે 2 મોટા આઇસ ક્યૂબ, 1 ગ્લાસ પાણી, સંચળ અને ખાંડ (Sugar) લેવાના રહેશે.
4. આ તમામ સામગ્રીને મિક્સરમાં ઉમેરીને પીસી લો.
5. જેટલું વધારે પીસશો એટલો વધારે સારો જ્યૂસ નીકળશે.
6. હવે સૂપ ગાળવાની ચારણી વડે તમામ જ્યૂસ ગાળી લો. ચારણીમાં જો દ્રાક્ષનો પલ્પ વધારે હોય તો એને ફરીથી મિક્સર જારમાં નાખીને પીસી લો અને ગાળી લો.
હવે વારો છે સર્વિંગનો! એ માટે ફળોના જ્યૂસ માટેના ખાસ કાચના સુંદર સર્વિંગ ગ્લાસમાં જ્યૂસ ઉમેરો અને ઠંડો-ઠંડો તાજો ઘરે બનાવેલો દ્રાક્ષનો જ્યૂસ બાળકોને પીવડાવો. મહેમાનોના સ્વાગત માટે આનાથી ઉત્તમ ઉનાળુ ડ્રિંક (Summer Drink) કોઇ જ ન હોઇ શકે…તમે ઇચ્છો તો દ્રાક્ષનો જ્યૂસ કાઢીને દરરોજ પણ પી શકો છો.
દ્રાક્ષ મોટાભાગે ગળપણ વાળી હોય છે અને જો તમે વધુપડતી ખાંડ ખાવા ન ઇચ્છતા હોય તો ખાંડ નાખવાનું ટાળવુ. જો કે, પાણી ઉમેરવાના કારણે આ જ્યૂસ થોડો ફિક્કો લાગી શકે છે આથી તમારે ગળપણ માટે થોડી ખાંડ ઉમેરવી ઉત્તમ રહેશે.
આ પણ વાંચો: કેવળ 4 મિનિટમાં જ બનશે 4 જાતની લસ્સી….પીતાવેંત મગજ ઠંડક અનુભવશે! ફટાફટ રેસિપી…
આ પણ વાંચો: ફળોને ફ્રિઝમાં સ્ટોર કરવાની યોગ્ય પદ્ધતિ જાણો…કયા ફ્રુટ્સને ફ્રિઝમાં ન રાખવા?
આ પણ વાંચો: આ 5 ફળોમાં સૌથી વધુ જંતુનાશકો હોય છે, ડૉક્ટર મુજબ – ‘ખાતી વખતે સાવધાની રાખો’!
