National News: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ (Om Birla) શિવસેના (UBT)માંથી અલગ થયેલા છ સાંસદોના એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં ( Shiv Sena Merger Approval) વિલયને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ લોકસભામાં શિંદે જૂથના સાંસદોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે.આ નિર્ણય સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલા લેવાયો હોવાથી તેને મહારાષ્ટ્રની રાજનીતિ અને લોકસભાની રાજકીય સમીકરણોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
કયા સાંસદો જોડાયા હતા?
22 જૂને શિવસેના (UBT)ના છ સાંસદોએ એકનાથ શિંદેની (Eknath Shinde ) હાજરીમાં શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી હતી.જેમાં સંજય હરિભાઉ જાધવ, ભાઉસાહેબ રાજારામ વાકચૌરે, ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિમ્બાલકર, સંજય દીના પાટિલ,સંજય ઉત્તમરાવ દેશમુખ, નાગેશ બાપુરાવ પાટિલ આષ્ટિકર આ સાંસદોમાં સામેલ હતા. હવે લોકસભા અધ્યક્ષે તેમના વિલયને સત્તાવાર માન્યતા આપી છે.
ટીએમસીના બળવાખોર સાંસદોને પણ રાહત
આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી અલગ થયેલા સાંસદોને પણ લોકસભામાં (Lok Sabha) અલગ બેઠક વ્યવસ્થાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી તેમની સંસદીય ઓળખને ઔપચારિક સ્વીકાર મળ્યો છે.
ચોમાસુ સત્ર પહેલા મહત્વપૂર્ણ નિર્ણય
સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) શરૂ થાય તે પહેલાં લેવાયેલા આ નિર્ણયને કારણે લોકસભામાં વિવિધ પક્ષોની સંખ્યા અને બેઠકોની વ્યવસ્થામાં ફેરફાર જોવા મળશે. રાજકીય નિરીક્ષકોના મતે આ નિર્ણય મહારાષ્ટ્ર સહિત રાષ્ટ્રીય રાજકારણમાં આગામી સમયમાં અસરકારક બની શકે છે.
આ પણ વાંચો: સોનમ વાંગચુકની ભૂખ હડતાળ પર વિશ્વની નજર: BBC, Reuters, Bloomberg અને DW સહિતના વિદેશી મીડિયાએ શું લખ્યું?
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસની એન્ટ્રી: 21 નવા કેસ સાથે કુલ સંખ્યા 48 પર પહોંચી, આરોગ્ય વિભાગ એલર્ટ
