Maharashtra News/ મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસની એન્ટ્રી: 21 નવા કેસ સાથે કુલ સંખ્યા 48 પર પહોંચી, આરોગ્ય વિભાગ એલર્ટ

મહારાષ્ટ્રમાં ત્રણ વર્ષ બાદ ફરી કોરો (COVID-19) ના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે. જુલાઈ મહિનામાં 21 નવા કેસ સામે આવતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 48 થઈ છે. બીજી તરફ આંધ્ર પ્રદેશમાં પણ કોરોના સંક્રમણના કેસ અને મોત નોંધાતા આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.

Top Stories India Breaking News
COVID-19

India News: દેશમાં કોરોના વાયરસ ફરી એકવાર ધીમે-ધીમે માથું ઊંચકી રહ્યો છે. આંધ્ર પ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જુલાઈ મહિનાના પ્રથમ 18 દિવસમાં રાજ્યમાં 21 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 48 પર પહોંચી ગઈ છે. હાલ દર્દીઓમાં સામાન્ય શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે, ખાસ કરીને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે.

મહારાષ્ટ્રમાં ફરી કોરોના (COVID-19)ના કેસોમાં વધારો

મહારાષ્ટ્ર (Maharashtra)આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 1 અને જૂનમાં 11 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈના પ્રથમ 18 દિવસમાં જ વધુ 21 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 48 થઈ ગઈ છે. ખાસ કરીને પુણે સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યો છે.

આંધ્ર પ્રદેશમાં કોરોનાથી ચાર દર્દીઓના મોત

મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. 26 જૂનથી 18 જુલાઈ દરમિયાન રાજ્યમાં 12 દર્દીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા, જેમાંથી ચાર દર્દીઓના મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા ચારેય દર્દીઓ પહેલાથી અન્ય ગંભીર બીમારીઓથી પીડિત હતા અને સારવાર દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય બીમારીઓની તપાસ દરમિયાન મળી રહ્યા છે કોરોના કેસ

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલમાં મોટાભાગના કોરોના કેસ અન્ય બીમારીઓ માટે કરાવવામાં આવેલા ટેસ્ટ દરમિયાન સામે આવી રહ્યા છે. ઘણા લોકોમાં લક્ષણો હળવા હોવાથી તેઓ અલગથી કોરોના ટેસ્ટ કરાવતા નથી. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના હવે એક પ્રકારના ઇન્ફ્લૂએન્ઝા જેવા વાયરસ તરીકે સમાજમાં હાજર રહી શકે છે અને સમયાંતરે નવા વેરિઅન્ટના કારણે કેસોમાં વધારો જોવા મળી શકે છે.


આ પણ વાંચો:કોરોના વાયરસ પર મોટો ખુલાસો, ચીનની લેબથી ફેલાયો COVID-19 વાયરસ, અમેરિકા સાથે ઘડાયું મોટું ષડયંત્ર!

આ પણ વાંચો:Covid-19 લોકડાઉનની પૃથ્વી સાથે ચંદ્ર પર પણ થઈ અસર, ઘટ્યું તાપમાન, વૈજ્ઞાનિકોનો દાવો

આ પણ વાંચો:સમગ્ર દેશમાં COVID-19 ના નવા પ્રકાર JN.1 નો ખતરો, કેસની સંખ્યા 1000ને પાર