Lifestyle: જો તમે પણ ખાટી દ્રાક્ષ ખરીદીને પૈસાનો વ્યય ન કરવા માગતા હો તો દ્રાક્ષ ખરીદતા પહેલા કેટલીક બાબતોને અવશ્ય લક્ષ્યમાં લેજો. અહિં અને કેટલીક ટિપ્સ (Grapes Purchase Tips) જણાવવા જઇ રહ્યાં છીએ કે જેની મદદથી તમે સરળતાથી ગળી અને ખાટી દ્રાક્ષનો ફરક સમજી શકશો.
ફળો પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ઉનાળાની શરુઆતમાં જ બજારમાં દેખાતી દ્રાક્ષ ખાવાની ત્યારે જ મજા આવે છે, જ્યારે દ્રાક્ષ મીઠી (Sweet Grapes) અને રસીલી હોય! જે લોકોને ગળી દ્રાક્ષને પરખ નથી કરતા આવડતું એ ખાટી દ્રાક્ષ (Sour Grapes) ખરીદી લે છે અને પછી ખાઇને એટલું જ કહે છે…ખટ્ટે હૈ અંગૂર!
જો તમે પણ ખાટી દ્રાક્ષ ખરીદીને પૈસાનો વ્યય ન કરવા માગતા હો તો દ્રાક્ષ ખરીદતા પહેલા કેટલીક બાબતોને અવશ્ય લક્ષ્યમાં લેજો. અહિં અને કેટલીક ટિપ્સ જણાવવા જઇ રહ્યાં છીએ કે જેની મદદથી તમે સરળતાથી ગળી અને ખાટી દ્રાક્ષનો ફરક સમજી શકશો. તો ચાલો અહિં જોઇએ આવી જ કેટલીક ઉપયોગી ફળોની પસંદગીની ટિપ્સ વિશે…
દ્રાક્ષ ખરીદવાની 3 ટિપ્સ (Grapes Purchase Tips)

1. રંગ પર ધ્યાન આપવું
જ્યારે પણ દ્રાક્ષ ખરીદો ત્યારે એના કલરને ધ્યાનપૂર્વક જોવો. જો લીલી દ્રાક્ષમાં હળવો પીળો રંગ (Yellow Colour) દેખાય તો સમજવું કે, દ્રાક્ષ ગળી હોઇ શકે છે. તમારી માહિતી માટે જણાવી દઇએ કે, ધેરા જાંબલી અથવા તો કાળા રંગની દ્રાક્ષ (Purple Grapes or Black Grapes) વધારે ગળી હોય છે. તમારે ભારે અને ઘટ્ટ ગુચ્છાને પસંદ કરવો જોઇએ. જો એ વજનમાં ભારે અને ઘટ્ટ હોય તો દ્રાક્ષ રસીલી હોવાની સંભાવનાઓ વધારે હોય છે.

2. દ્રાક્ષનો આકાર જુઓ
તમારી જાણકારી માટે જણાવી દઇએ કે, ગોળ તથા થોડી નરમ દ્રાક્ષ વાસ્તવમાં ગળ્યા હોય છે. લાંબા આકારની દ્રાક્ષ ઓછી મીઠી હોય છે. આ માટે દ્રાક્ષ ખરીદતા અગાઉ પ્રથમ તમારે એના આકાર (Shape of Grapes) પર જ ધ્યાન આપવું જોઇએ. અને જો દ્રાક્ષ પર સહેજ હળવું અને ધૂંધળુ પડ દેખાય તો સમજવું કે, આ પ્રકારની દ્રાક્ષ વધારે ગળ્યાં અને તાજા હશે!

3. સુગંધની કસોટી કરો
દ્રાક્ષની સુગંધ (Grapes aroma) અત્યંત મહત્વનું ત્રીજું પાસું છે. જો દ્રાક્ષને સૂંઘતા તમને અજીબ જેવી સ્મેલ આવે તો દ્રાક્ષ ખાટી હોઈ શકે છે. જો એ મીઠી હશે તે એમાં હળવી મીઠી સુગંધ આવશે. જો દ્રાક્ષના ઝૂમખાની દાંડી લીલીછમ હોય તો એ દ્રાક્ષ તાજા અર્થાત્ ફ્રેશ હશે અને જો ભૂરી અથવા તો સૂકાયેલી દાંડી હોય તો એ દ્રાક્ષ જૂની હોવાની સંભાવના છે.
આથી હવે જ્યારે પણ તમે ફળો અથવા તો દ્રાક્ષ ખરીદવા જાઓ ત્યારે નાની-નાની પણ અગત્યની ટિપ્સ અવશ્ય ફોલો કરી જોજો, તમને સારી અને મીઠી દ્રાક્ષ ખરીદવામાં અવશ્ય મદદ મળશે.
આ પણ વાંચો: કેવળ 4 મિનિટમાં જ બનશે 4 જાતની લસ્સી….પીતાવેંત મગજ ઠંડક અનુભવશે! ફટાફટ રેસિપી…
આ પણ વાંચો: ફળોને ફ્રિઝમાં સ્ટોર કરવાની યોગ્ય પદ્ધતિ જાણો…કયા ફ્રુટ્સને ફ્રિઝમાં ન રાખવા?
આ પણ વાંચો: આ 5 ફળોમાં સૌથી વધુ જંતુનાશકો હોય છે, ડૉક્ટર મુજબ – ‘ખાતી વખતે સાવધાની રાખો’!
