Gandhinagar News/ ગુજરાત ST બનશે સાડા છ કરોડ જનતાની પાંખો, મંત્રી જીતુ વાઘાણીએ રજૂ કર્યું ‘7C’ વિઝન

ગુજરાત વિધાનસભામાં વાહનવ્યવહાર વિભાગની માંગણીઓ પસાર. મંત્રી જીતુ વાઘાણીએ 1786 નવી બસો (ST Bus) અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે 500 મીની બસોની વિગતો રજૂ કરી.

Top Stories Gandhinagar Gujarat
New ST Bus Announcement Gujarat

New ST Bus Announcement Gujarat: ગુજરાત વિધાનસભામાં વાહનવ્યવહાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ સર્વાનુમતે પસાર કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના રસ્તાઓને ‘વિકાસની રક્તવાહિની’ અને એસ.ટી. બસોને ‘રક્તકણો’ સાથે સરખાવતા પરિવહન ક્ષેત્રે થયેલી મોટી સિદ્ધિઓ વર્ણવી હતી. મંત્રીએ જણાવ્યું કે, એસ.ટી. નિગમ એ માત્ર નફા-નુકસાનની પેઢી નથી, પરંતુ ‘કલ્યાણ રાજ્ય’નો હેતુ સિદ્ધ કરવાનું માધ્યમ છે.

વડાપ્રધાનનું ‘7C’ વિઝન અને ગુજરાતનું પરિવહન

ગુજરાતનું પરિવહન ક્ષેત્ર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘7C’ વિઝન પર આગળ વધશે. આ 7C વિઝનમાં મુખ્યત્વે કોમન (Common), કનેક્ટેડ (Connected), કન્વીનિયન્ટ (Convenient), કન્જેક્શન ફ્રી (Congestion Free), ચાર્જ્ડ (Charged), ક્લીન (Clean) અને કટિંગ એજ ટેકનોલોજી (Cutting Edge Technology) જેવા સાત મહત્વના પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ સિદ્ધાંતોને અમલમાં મૂકીને રાજ્યના વાહનવ્યવહાર અને પરિવહન ક્ષેત્રને વધુ આધુનિક, ઝડપી અને લોકો માટે સુવિધાજનક બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.

લક્ષ્યાંક કરતા વધુ નવી ST Bus પ્રજાની સેવામાં

રાજ્ય સરકારે પરિવહન સુવિધા વધુ મજબૂત કરવા માટે આક્રમક આયોજન કર્યું છે. જે અંતર્ગત, ગત વર્ષે 1500 નવી બસોના લક્ષ્યાંક સામે સરકારે 1786 નવીન બસો રોડ પર ઉતારી છે. આ ઉપરાંત આદિવાસી ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને 14 જિલ્લાના 53 તાલુકાઓમાં આદિવાસી વિદ્યાર્થીઓની સુવિધા માટે રૂ. 129.04 કરોડના ખર્ચે 500 નવી મીની બસો ફાળવવામાં આવી છે. મુસાફરોને પ્રીમિયમ સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે છેલ્લા એક વર્ષમાં 100 વોલ્વો અને 100 એસી પ્રીમિયમ બસોની પણ શરૂઆત કરવામાં આવી છે.

મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

મંત્રીએ માહિતી આપી કે છેલ્લા 2 વર્ષમાં એસ.ટી.ના દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધીને 27 લાખ થઈ છે. રાજ્ય સરકારનો સંકલ્પ છે કે 2027 સુધીમાં આ આંકડો 30 લાખ સુધી પહોંચાડવામાં આવે.

પ્રયાગરાજ મહાકુંભ અને સંવેદનશીલ અભિગમ

રાજ્ય સરકારે ગરીબ પરિવારો પણ આસ્થાના મહાકુંભમાં ડૂબકી લગાવી શકે તે માટે ખાસ પેકેજ આપ્યું હતું. જેમાં 24 અત્યાધુનિક વોલ્વો બસો દ્વારા 6000થી વધુ શ્રદ્ધાળુઓને સ્ટાર રેટેડ હોટલમાં રોકાણ અને મુસાફરીની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી હતી.


આ પણ વાંચો: રાજ્યમાં સ્કૂલવાનનું ચેકિંગ કરવા વાહનવ્યવહાર વિભાગે કર્યો આદેશ

આ પણ વાંચો: રાજ્યના વાહનવ્યવહાર વિભાગને પણ કોરોનાનું ગ્રહણ, વાહન માટે વર્તમાન નીતિમાં થયા આ ફેરફાર

આ પણ વાંચો: માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹24705 કરોડની જોગવાઇ કરાઇ