Gandhinagar News/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની નવી રણનીતિ , 50 % બેઠકો પર નવા ચહેરાને તક આપશે

સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીમાં Congressએ તેનો વ્યુહ બદલવાનું નક્કી કર્યું છે. જે મુજબ 50 વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક અપાશે.

Gandhinagar Gujarat
Congress For New Faces in Local Body Election

Congress For New Faces in Local Body Election: ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની  ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે  50 ટકા બેઠકો પર યુવા અને નવા ચહેરાને તક આપવાનો વ્યૂહ ઘડી કાઢ્યો છે. ગુજરાતની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 83 નગરપાલિકાઓની લગભગ 10,000 જેટલી બેઠકો પર આ ચૂંટણીઓ યોજાવાની છે.  કોંગ્રેસે આ માટે સંગઠન સ્તરે તૈયારી પૂર્ણ કરી છે અને 11 માર્ચથી 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની અને પેનલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં પ્રદેશ સમિતિનો સીધો હસ્તક્ષેપ નહીં રહે અને સ્થાનિક કક્ષાની સમિતિઓ જ ઉમેદવારોના નામ નક્કી કરશે.

Congress ની રણનીતિ, 50થી ઓછી વયનાને અગ્રતા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગીનો હેતુ  શિક્ષિત, સક્ષમ અને પ્રજાની વચ્ચે રહીને પ્રમાણિકતાથી કામ કરનારા લોકોને રાજકારણમાં લાવવાનો છે. ખાસ કરીને મહિલાઓ, SC, ST અને OBC વર્ગના સક્ષમ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.  પોતાના વિસ્તારના પ્રશ્નોને મજબૂતીથી રજૂ કરી શકે તેવા ઉમેદવારોની પસંદગી આ રણનીતિનો મુખ્ય હેતુ છે.

આ વખતે ટેકનોલોજી સાથે પારદર્શિતાનો હેતુ

કોંગ્રેસે 15 મહાનગરપાલિકાઓ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ અને QR કોડ પણ જાહેર કર્યો છે. જે કોઈપણ શિક્ષિત કે સેવાભાવી વ્યક્તિ જાહેર જીવનમાં આવીને કામ કરવા માંગતી હોય, તે આ QR કોડ સ્કેન કરીને પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આ પ્રક્રિયાથી  કોંગ્રેસ એવા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે જેઓ ભ્રષ્ટાચાર સામે લડવા અને પ્રજાલક્ષી વહીવટ આપવા માટે કટિબદ્ધ હોય. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને કોંગ્રેસ બધું જ પારદર્શક રાખવા માગે છે.


આ પણ વાંચો : હળવદ અને માળિયા તાલુકા પંચાયતના પાંચ સભ્યો Congress માંથી સસ્પેન્ડ

આ પણ વાંચો : કાર્યાલયમાં હોબાળો મચાવવાના મુદ્દે નીરવ બક્ષી સહિત આઠ Congressમાંથી સસ્પેન્ડ

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં ‘માસ્ટર સ્ટ્રોક’ની તૈયારી! સચિન પાયલટને સોંપાઈ શકે છે ગુજરાતની કમાન