Bhavnagar Earthquake News: સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ધરતીના પેટાળમાં હલચલ જોવા મળી રહી છે. અમરેલીના સાવરકુંડલા પંથક બાદ હવે ભાવનગર પંથકમાં પણ ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. ગઈકાલે મોડી રાત્રે ભાવનગર અને તેની આસપાસના વિસ્તારોમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
Bhavnagarમાં મધરાતે ભૂંકપનો આંચકો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે જ્યારે લોકો ઘરમાં ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે બરાબર 2:24 કલાકે ધરતીમાં અચાનક કંપન અનુભવાયું હતું. સિસ્મોલોજી વિભાગના સત્તાવાર ડેટા મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ છે. આટલી નોંધપાત્ર તીવ્રતા હોવાને કારણે આંચકો ખૂબ જ સ્પષ્ટ અને ભયજનક રીતે અનુભવાયો હતો. જોકે, સદનસીબે આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આ પણ વાંચો:ધરા ધ્રુજતા ફફડાટ! વલસાડમાં બપોરના સમયે અનુભવાયો ભૂકંપનો આંચકો
આ પણ વાંચો:અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સાંજે અમરેલીની ધ્રૂજી ધરતી, લોકોમાં ફફડાટ
આ પણ વાંચો:અમરેલીનું મીતીયાળા ફરી હચમચ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી લોકોમાં ફફડાટ
