Not Set/ બનાસકાંઠા : છરી બતાવી યુવતીનું કરાયુ અપહરણ, આચર્યુ દુષ્કર્મ

દેશમાં બેટી બચાઓનાં નારા તો તમે સાંભળ્યા જ હશે, આ નારાને તાર તાર કરતા લોકો આજે દેશમાં આઝાદીથી ફરી રહ્યા છે. સરકારનાં આ નારાને ગોળીને પી જતા લોકો આજે એટલા બેશર્મ બની ગયા છે કે તેમને હવે જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો નથી. મહિલા સમ્માનની વાત કરતા ગુજરાતમાં પણ હવે મહિલાઓ સુરક્ષિત રહી નથી. […]

Top Stories Gujarat Others

દેશમાં બેટી બચાઓનાં નારા તો તમે સાંભળ્યા જ હશે, આ નારાને તાર તાર કરતા લોકો આજે દેશમાં આઝાદીથી ફરી રહ્યા છે. સરકારનાં આ નારાને ગોળીને પી જતા લોકો આજે એટલા બેશર્મ બની ગયા છે કે તેમને હવે જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો નથી. મહિલા સમ્માનની વાત કરતા ગુજરાતમાં પણ હવે મહિલાઓ સુરક્ષિત રહી નથી. તાજેતરમાં આવી એક ઘટના બનાસકાંઠાથી સામે આવી છે.

બનાસકાંઠાનાં વાવનાં તિર્થગામમાં યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનું ઘટના સામે આવી છે. રાત્રીનાં સમયે છરી બતાવીને ધમકી આપીને યુવતીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં કાંકરેજનાં થરા ગામનાં ભરત વજીર નામનાં શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત અન્ય બે શખ્સો વિરુદ્ધ યુવતીનું અપહરણ કરવામાં મદદ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.