Randeep-Lin Blessed: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep) અને તેની પત્ની લિન લેશરામ માટે આજે આનંદનો દિવસ છે. આ કપલના ઘરે નાનકડી પરીનું આગમન થયું છે. લિન લેશરામે 10 માર્ચ, 2026 ના રોજ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. ખાસ વાત એ છે કે જે દિવસે દીકરીનો જન્મ થયો, તે જ દિવસે રણદીપ હુડ્ડાના પિતા રણબીર હુડ્ડાનો પણ જન્મદિવસ છે. આમ, હુડ્ડા પરિવારમાં દાદા અને પૌત્રીનો જન્મદિવસ હવે એક જ દિવસે ઉજવાશે. રણદીપ હુડ્ડાની ઈમોશનલ પોસ્ટ અને દીકરીની પ્રથમ ઝલક.
દાદા અને પૌત્રીનો એક જ દિવસે જન્મદિવસ
રણદીપ હુડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરતા એક ભાવુક પોસ્ટ લખી છે. તેણે પોતાની માતૃભાષા હરિયાણવીમાં લખ્યું, “દાદા અર પોતી નૈ જન્મદિન કી ઘણિયે બધાઈ” (દાદા અને પૌત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ). રણદીપે આ પોસ્ટ દ્વારા તેના પિતા પ્રત્યે આદર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે પિતા બન્યા પછી તેને પોતાના પિતાની કિંમત વધુ સમજાઈ છે.
પત્ની લિન લેશરામનો માન્યો આભાર
એક્ટરે પોતાની પોસ્ટમાં પત્ની લિન લેશરામનો પણ ખાસ આભાર માન્યો હતો. તેણે લખ્યું, “સૌથી મહત્વનું – લિન, મને પિતા બનાવવા માટે અને આ નાનકડી છોકરીને આ દુનિયામાં લાવવા બદલ તારો આભાર. એક નાનકડી છોકરી અને જીવનભરનો પ્રેમ.” રણદીપ અને લિનના લગ્ન 29 નવેમ્બર, 2023 ના રોજ મણિપુરી રીતિ-રિવાજ મુજબ થયા હતા.
દીકરીની પ્રથમ તસવીર
રણદીપે (Randeep) શેર કરેલા ફોટામાં તેના પિતા રણબીર હુડ્ડા પોતાની નવજાત પૌત્રીને હાથમાં લઈને હસતા જોવા મળે છે. બીજી તસવીરમાં દીકરીના નાનકડા હાથની ઝલક જોવા મળી રહી છે. આ તસવીરો જોતા જ ફેન્સ અને બોલિવૂડ સેલેબ્રિટીઝે કપલને અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું છે. નીના ગુપ્તા, દર્શન કુમાર અને સયાની ગુપ્તા જેવા કલાકારોએ કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવ્યો છે.
મેટરનિટી શૂટની તસવીરો થઈ હતી વાયરલ
દીકરીના જન્મના માત્ર એક દિવસ પહેલા જ રણદીપ (Randeep) અને લિને તેમના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં કપલ વચ્ચેનો અતૂટ પ્રેમ અને નવા મહેમાનના આગમનની આતુરતા સ્પષ્ટ દેખાતી હતી. નવેમ્બર 2025 માં આ કપલે તેમના લગ્નની બીજી વર્ષગાંઠ પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
Randeep હુડ્ડાનું વર્ક ફ્રન્ટ
વ્યાવસાયિક રીતે જોવામાં આવે તો, રણદીપ હુડ્ડા (Randeep) છેલ્લે એક્શન થ્રિલર ફિલ્મ ‘જાત’ (Jaat) માં જોવા મળ્યો હતો. આગામી સમયમાં તે ‘ઓપરેશન ખુખરી’ (Operation Khukri) અને બાયોપિક ‘ઈથા’ (Eetha) જેવા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. જોકે, હાલમાં તે પોતાના પરિવાર અને નવજાત દીકરી સાથે સમય વિતાવવાનું પસંદ કરી રહ્યો છે.
આ પણ વાંચો:સમય ઘણો કઠિન છે”; જંગ વચ્ચે વિદેશમાં અટવાયેલી ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાએ શેર કરી લગ્નની પ્રથમ તસવીર! જુઓ ‘નેશનલ ક્રશ’નો બ્રાઈડલ લુક
આ પણ વાંચો:સુપરસ્ટાર માતાની હિટ દીકરી! 29 ની ઉંમરે જાનવી કપૂર બની કરોડોની માલકિન, સાઉથમાં પણ મચાવ્યો ધમાકો


