બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને તેના બે બાળકો વિઆન અને સમિશા સહિતના પરિવારના અન્ય સભ્યોએ તાજેતરમાં કોરોનાને હરાવ્યો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના અને પરિવારના સભ્યોની તબિયત વિશેની માહિતી શેર કરીને ચાહકોને સતત અપડેટ્સ આપી રહી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે લોકો શિલ્પા શેટ્ટીના ઘરે પી.પી.ઇ કીટ પહેરીને સ્વચ્છતા કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો શિલ્પા શેટ્ટીએ તેની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો સેનિટાઇઝ્ડ પી.પી.ઇ કીટ પહેરીને અભિનેત્રીના ઘરને સેનિટાઇઝ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ઘરની સફાઇ કરનારી કંપનીનો આભાર માનીને અભિનેત્રીએ કેપ્શન લખ્યું હતું કે, “કોવિડથી સાજા થયા પછી સેનિટાઇઝેશન.”

https://www.instagram.com/p/CPLMdrmp_72/?utm_source=ig_web_copy_link

