viral news/ હોટલના સામાનની ચોરી કરતા ઝડપાયો ભારતીય પરિવાર, બાલીમાં થયેલી આ ઘટનાથી દેશનું નામ ખરાબ થયું

Bali ની એક હોટલમાં ભારતીય પરિવારે હેર ડ્રાયર અને ટુવાલ જેવી વસ્તુઓની ચોરી કરી જે ચેક-આઉટ વખતે પકડાઈ ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ શરમજનક વીડિયો વિશે વાંચો સંપૂર્ણ વિગતો.

Top Stories international World Trending Videos
Bali ની હોટલમાં ભારતીય પરિવારની ચોરી પકડાઈ

Indian Family Stealing in Bali: ઈન્ડોનેશિયાનું બાલી ભારતીય પ્રવાસીઓ માટે મનગમતું સ્થળ છે, પરંતુ ત્યાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને કોઈ પણ ભારતીયને શરમ અનુભવાય. બાલીના ઉબુદ (Ubud) વિસ્તારની એક હોટલમાં રોકાયેલા ભારતીય પરિવારે હોટલના રૂમનો સામાન પોતાની સૂટકેસમાં ભરી લીધો હતો, જે ચેક-આઉટ વખતે સ્ટાફના હાથે પકડાઈ ગયો હતો.

શું છે સમગ્ર મામલો?

આ પરિવાર 16 થી 19 એપ્રિલ 2026 દરમિયાન હોટલમાં રોકાયો હતો. જ્યારે તેઓ હોટલ (Bali) છોડીને જઈ રહ્યા હતા, ત્યારે સ્ટાફને શંકા ગઈ અને પાર્કિંગ એરિયામાં જ તેમની સૂટકેસની તલાશી લેવામાં આવી. વીડિયોમાં જોઈ શકાય છે કે સૂટકેસ ખોલતા જ તેમાંથી હોટલની માલિકીની અનેક વસ્તુઓ બહાર આવી હતી.

Bali ની હોટલમાં ભારતીય પરિવારની ચોરી પકડાઈ

ચોરીના સામાનમાં શું-શું હતું? (Bali)

પરિવારે એટલી હદે ચોરી કરી હતી કે હોટલની લગભગ તમામ નાની-મોટી વસ્તુઓ બેગમાં ભરી લીધી હતી:

હેર ડ્રાયર અને ટીવી રિમોટ બોક્સ.

હોટલના ટુવાલ અને ડોર મેટ (પગલૂછણિયા).

રસોડાના વાસણો અને અન્ય જરૂરી સામાન.

માફી માંગી પણ વીડિયો વાયરલ થયો 

જ્યારે સ્ટાફે સામાન પકડ્યો, ત્યારે પરિવારના સભ્યો “માફ કરી દો, અમારી ફ્લાઇટ મિસ થઈ જશે” તેવી વિનંતીઓ કરતા જોવા મળ્યા હતા. સદનસીબે હોટલ સ્ટાફે આ બાબતે પોલીસ ફરિયાદ નથી કરી અને સામાન પરત લઈને તેમને જવા દીધા હતા. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેને ‘ભારતની ગજબ બેઈજ્જતી’ ગણાવી રહ્યા છે.

આવી ઘટનાઓ પહેલીવાર નથી બની, થોડા વર્ષો પહેલા પણ બાલીમાં (Bali) જ આવી એક ઘટના બની હતી. પ્રવાસીઓએ સમજવું જોઈએ કે હોટલનો સામાન એ વાપરવા માટે હોય છે, ઘરે લઈ જવા માટે નહીં.


આ પણ વાંચો:72 વર્ષની ઉંમરે, 22 વાળો સ્વેગ, દાદીને ઓડી ચલાવતા જોઈ દિલ ખુશ થઈ જશે

આ પણ વાંચો:“સાહેબ અપ્રેજલ ક્યારે થશે?” કાર્યક્રમમાં સ્ટેજ પર છોકરાઓએ ડાન્સ કરતાં સીઈઓને પૂછ્યો સવાલ, વીડિયો વાયરલ 

આ પણ વાંચો:યુરોપમાં શેરડીના રસની ગાડીઓ જોઈને ભારતીયો આશ્ચર્યચકિત, જુઓ વાયરલ વિડિયો