Not Set/ ગેહલોત સરકારના મંત્રીમંડળની તસવીર સ્પષ્ટ, 23 ધારાસભ્યો મંત્રી પદના લેશે શપથ

રાજસ્થાન, રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના મંત્રીમંડળની પુરી તસવીર હવે સ્પષ્ટ થઇ ગઇ છે. ત્યારે સોમવારે 23 ધારાસભ્ય મંત્રીઓને શપથગ્રહણ કરાવવામાં આવશે. મંત્રીપરિષદમાં 22 કોંગ્રેસી ધારાસભ્ય અને રાષ્ટ્રીય લોકદળનાં એક ધારાસભ્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે. 13 કેબિનેટ અને 10 રાજ્યમંત્રી શામેલ થશે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ મંત્રી બનનાર ધારાસભ્યોને રવિવારે ફોન કરીને તેની માહિતી […]

Top Stories India
mantavya 305 ગેહલોત સરકારના મંત્રીમંડળની તસવીર સ્પષ્ટ, 23 ધારાસભ્યો મંત્રી પદના લેશે શપથ

રાજસ્થાન,

રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના મંત્રીમંડળની પુરી તસવીર હવે સ્પષ્ટ થઇ ગઇ છે. ત્યારે સોમવારે 23 ધારાસભ્ય મંત્રીઓને શપથગ્રહણ કરાવવામાં આવશે. મંત્રીપરિષદમાં 22 કોંગ્રેસી ધારાસભ્ય અને રાષ્ટ્રીય લોકદળનાં એક ધારાસભ્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે.

13 કેબિનેટ અને 10 રાજ્યમંત્રી શામેલ થશે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ મંત્રી બનનાર ધારાસભ્યોને રવિવારે ફોન કરીને તેની માહિતી આપી હતી. મંત્રી પદ માટે ફોન આવ્યા બાદ સંબંધિત ધારાસભ્યોના સમર્થકોએ ઉજવણીની તૈયારી શરૂ કરી દીધી હતી.

મંત્રિમંડળમાં જુના અને એવા નવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની પાસે પૂર્વમાં મંત્રી પદનો કોઇ જ અનુભવ નથી. પાર્ટીનાં એક એવા નેતાએ જણઆવ્યું કે, સોમવારે રાજભવનમાં આયોજીત શપથગ્રહણમાં 22 કોંગ્રેસનાં ધારાસભ્ય અને એક ગઠબંધન સહયોગી રાષ્ટ્રીય લોકદળનાં ધારાસભ્યને મંત્રીપદની શપથ ગ્રહણ કરાવવામાં આવશે.

સોમવારે શપથ લેનાર મંત્રીઓમાં બીડી કલ્લા, રઘુ શર્મા, શાંતિ ધારીવાલ, લાલચંદ્ર કટારિયા, પ્રમોદ જૈન ભાયા, પરસાદીલાલ મીના, વિશ્વેન્દ્ર સિંહ, હરીશ ચૌધરી, રમેસ મીના, માસ્ટર ભંવરલાલ, પ્રતાપસિંહ થાચરિયાવાસ, ઉદયલાલ આંજણા અને સાલેહ મોહમ્મદનો સમાવેશ થાય છે.

તેના સિવાય ગોવિદ સિંહ ડોટાસરા, મમતા ભૂપેશ, અર્જૂન બ્રાભણિયા, ભંવર સિંહ ભાટી, સુખરામ વિશ્નોઇ, અશોક ચાંદના, ટીકારામ જુલી, ભજનલાલ જાટવ, રાજેન્દ્ર યાદવ અને સુભાષ ગર્ગ પણ સોમવારે મંત્રી પદના શપથ લેશે.

મંત્રી પદની શપથ લેવા જઇ રહેલા આ ધારાસભ્યોમાંથી બીડી કલ્લા, શાંતિ ધારીવાલ, પ્રમોદ જૈન ભાયા, પરસાદીલાલ મીના અને માસ્ટર ભંવરલાલ પૂર્વમાં પણ ગેહલોત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

જ્યારે હરીશ ચૌધરી સંગઠનમાં ઘણા મહત્વપૂર્ણ પદો પર રહ્યા છે, જ્યારે ગોવિંદ સિંહ ડોટાસરા ગત વખત કોંગ્રેસ ધારાસભ્ય દળના સચેતક રહ્યા છે.