Botad News/ મકરસંક્રાંતિનો ઝઘડો આજે માતમમાં ફેરવાયો! ગઢડામાં બે જૂથો વચ્ચેની અથડામણમાં એકનું મોત

બોટાદના ગઢડામાં ૧૪ જાન્યુઆરીએ મોટરસાયકલ મુકવા બાબતે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘાયલ અહેમદ તરકવાડીયાનું મોત થયું છે. પોલીસે હવે હત્યા (Murder) ની કલમ હેઠળ તપાસ શરૂ કરી છે.

Gujarat Top Stories Others
Murder

Gadhada Murder Case: બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ગત મકરસંક્રાંતિના દિવસે થયેલી જૂથ અથડામણે આજે ગંભીર વળાંક લીધો છે. મોટરસાયકલ પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અહેમદભાઈ તરકવાડીયાનું આજે સારવાર દરમિયાન મોત નીપજતા આ કેસ હવે હત્યા (Murder) માં પરિણમ્યો છે. આ ઘટનાને પગલે ગઢડામાં ચકચાર મચી ગઈ છે.

મોટરસાયકલ મુકવા જેવી સામાન્ય બાબતે થયો હતો ઝઘડો

ઘટનાની વિગત એવી છે કે, ગત ૧૪ જાન્યુઆરીના રોજ ગઢડાના ખાટકીવાડ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે સામસામે મારામારી થઈ હતી. ઝઘડાનું મૂળ કારણ દુકાન પાસે મોટરસાયકલ મુકવા જેવી સામાન્ય બાબત હતી. જોકે, જોતજોતામાં આ બોલાચાલી હિંસક બની ગઈ હતી અને બંને જૂથો વચ્ચે લાકડીઓ અને હથિયારો ઉછળ્યા હતા.

Murder

ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત

આ મારામારીની ઘટનામાં અહેમદભાઈ તરકવાડીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓ જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા, પરંતુ આજે અંતે તેમણે દમ તોડ્યો હતો. અહેમદભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Murder

હત્યા (Murder) ની કલમનો થશે ઉમેરો

ગઢડા પોલીસે આ મામલે અગાઉ બે શખ્સો વિરુદ્ધ મારામારી અને ગંભીર ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધ્યો હતો. જોકે, હવે ઈજાગ્રસ્તનું મોત નિપજતા પોલીસ આ કેસમાં કલમ ૩૦૨ (હત્યા) નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સેક્સની માંગણી નકારતા યુવકે સોફ્ટવેર એન્જિનિયરની હત્યા કરી

આ પણ વાંચો: સુરતમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા, પરિવારની ફાંસીની માંગ

આ પણ વાંચો: મોરબીમાં યુવાનનું અપહરણ કરી કરપીણ હત્યા કરાઈ