Kanzhawala case: કાંઝાવાલા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ રવિવારે મોટો ખુલાસો કર્યો છે. તેણે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તે જાણતો હતો કે અંજલિ તેની કારની નીચે ફસાઈ ગઈ છે, પરંતુ તે ડરના માર્યા કાર ચલાવતો રહ્યો. આ દરમિયાન, કાંઝાવાલા સુધીના માર્ગ પર, તેણે ઘણી વખત યુ-ટર્ન કર્યા હતા
આરોપીઓએ (Kanzhawala case) પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેને ડર હતો કે જો યુવતીને કારમાંથી બહાર કાઢવામાં આવશે તો હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે. તેઓ આ કેસમાં ખરાબ રીતે ફસાઇ જઇશું , તેથી અકસ્માત બાદ આરોપીએ યુવતીને કારની નીચેથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ન હતો.
તેણે કહ્યું કે તે ખૂબ જ ડરી ગયો હતો, તેથી કારને વારંવાર ફેરવવામાં આવી રહી હતી. તેને ક્યાં જવાનું છે તેનો પણ તેને ખ્યાલ નહોતો.રાહ જોઇ રહ્યા હતા કે યુવતી કારમાંથી નીચે પડી જાય. આરોપીએ એ પણ કબૂલ્યું હતું કે તેણે પોલીસને તેજ મ્યુઝિક સિસ્ટમ વિશે જે વાર્તા કહી હતી તે ખોટી હતી.
31 ડિસેમ્બરની રાત્રે અંજલિ તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી. ત્યારે કાંઝાવાલા રોડ પર સામેથી પુરપાટ ઝડપે આવતા વાહને તેને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ, પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ખેંચી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલુ છે.
kite festival/ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો આરંભ, ‘PM ના નેતૃત્વમાં ગુજરાત ઊંચાઈએ
