Not Set/ રામ મંદિર બનશે, તો સોનાની ઈંટ આપીશ.” બાબરનાં વંશજ કુ. હબીબુદ્દીન તુસી

મુગલ સામ્રાજ્યનાં છેલ્લા શાસક બહાદુર શાહ ઝફરના વંશજ હોવાનો દાવો કરનાર પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સોનાની ઇંટોનું દાન આપનો પ્રસ્તાવ મૂક્યું છે. જો કે, તે એમ પણ કહે છે કે પ્રથમ મોગલ બાદશાહ બાબરે 1529માં બાબરી મસ્જિદ બનાવી હતી અને તે તેનો વંશજ છે, તેથી જમીન તેમને સોંપવી જોઈએ. હબીબુદ્દીન […]

Top Stories India

મુગલ સામ્રાજ્યનાં છેલ્લા શાસક બહાદુર શાહ ઝફરના વંશજ હોવાનો દાવો કરનાર પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સોનાની ઇંટોનું દાન આપનો પ્રસ્તાવ મૂક્યું છે. જો કે, તે એમ પણ કહે છે કે પ્રથમ મોગલ બાદશાહ બાબરે 1529માં બાબરી મસ્જિદ બનાવી હતી અને તે તેનો વંશજ છે, તેથી જમીન તેમને સોંપવી જોઈએ. હબીબુદ્દીન એમ પણ કહે છે કે બાબરનાં વંશજ તરીકે, તેઓ આ જમીનનાં હકદાર અને મુળ માલિક છે.

યાકુબ હબીબુદ્દીન તુસીએ રવિવારે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ તેમને જમીન આપે છે, તો તે લોકોની ભાવના માટે રામ મંદિર માટે આખી જમીન દાન કરશે. ચાલો તમને જણાવી દઈએ કે 6 ડિસેમ્બર, 1992નાં રોજ, હજારો ‘કાર સેવકો’ એ વિવાદિત બાબરી મસ્જિદનું માળખું તોડી પાડ્યું હતું.

તાજેતરમાં જ 50 વર્ષિય યાકુબ હબીબુદ્દીન તુસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે, તેમને અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં પક્ષકાર બનાવવામાં આવે. જો કે અદાલતે તુસીની આ અરજી હજુ સુધી સ્વીકારી નથી.

યાકુબ હબીબુદ્દીન તુસીની દલીલ છે કે કોઈ પણ પક્ષ પાસે પોતાનું સ્થાન સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજો નથી, પરંતુ અયોધ્યામાં વિવાદિત જમીન પર, પોતે મુઘલોનો વંશજ હોવાથી, તેનો અધિકાર છે. તે એમ પણ કહે છે કે તેમણે પહેલાથી જ નક્કી કર્યું છે કે તે મંદિરના નિર્માણ માટે આખી જમીન દાન કરશે.

આપને જણાવી દઈએ કે યાકુબ હબીબુદ્દીન તુસી ત્રણ વખત અયોધ્યાની મુલાકાત લઈ રામલાલાની પૂજા કરી ચૂક્યા છે અને ગયા વર્ષે તેમણે તેમની મુલાકાત દરમિયાન મંદિરના નિર્માણ માટે જમીન દાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. એટલું જ નહીં. આ દરમિયાન તેમણે રામજીની ચરણ પાદુકાને માથે રાખીને પ્રતિકાત્મક માફી માંગી હતી., તેમણે મંદિરના વિનાશ માટે હિન્દુઓની માફી પણ માંગી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.