Surat News/ સુરતમાં 6 વર્ષની માસૂમ પર આધેડનું દુષ્કર્મ

આરોપીએ પોતાની જ દુકાનની અંદર માસૂમ બાળકી પર દુષ્કર્મ (Rapes) આચર્યું હતું

Gujarat Surat
Rapes

Surat News : સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને શરમાવે એવો બનાવ સામે આવ્યો છે. અહીં 57 વર્ષના એક આધેડે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ (Rapes) આચરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજના સમયે પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા લઈ ગયા હતા. રમતાં રમતાં માસૂમ પૌત્ર અચાનક રડવા લાગ્યો હતો, જેથી વૃદ્ધ દાદા તેને શાંત કરવા અને ઘરે મૂકવા માટે ઉપર ગયા હતા.

આ સમયે વૃદ્ધના ઘર નજીક આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ચલાવતા વિનોદ મોહનભાઈ અણઘણ (ઉંમર 57, રહે. સરથાણા, મૂળ વતન હડમતીયા ગામ, પાલીતાણા, જી. ભાવનગર) એ દાદાને પોતાની વાતોમાં ભોળવ્યા હતા. આરોપીએ કહ્યું કે બાળકી થોડો સમય તેની દુકાનમાં બેસી રહેશે અને તમે બાળકને ઘરે મૂકી આવો. વિશ્વાસમાં આવી વૃદ્ધ દાદાએ પોતાની 6 વર્ષની પૌત્રીને દુકાનમાં બેસાડી હતી.

દુકાનની અંદર માસૂમ બાળકી પર દુષ્કર્મ (Rapes) આચર્યું

દાદા ઘેર ગયા તે સમયનો લાભ લઈ આરોપીએ પોતાની વિકૃત માનસિકતા દર્શાવી હતી. આરોપીએ પોતાની જ દુકાનની અંદર માસૂમ બાળકી પર દુષ્કર્મ (Rapes) આચર્યું હતું. થોડા સમય બાદ દાદા પરત ફર્યા ત્યારે બાળકી ગભરાયેલી હાલતમાં હતી.

ઘરે પહોંચ્યા બાદ બાળકી એ સમગ્ર ઘટનાની હકીકત પરિવારજનોને જણાવી હતી. આ વાત સાંભળતાં જ પરિવારજનોના પગ તળે જમીન ખસી ગઈ હતી. તાત્કાલિક બાળકીને સારવાર માટે લઈ જવાઈ હતી અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવને પગલે ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિનોદ મોહનભાઈ અણઘણ સામે દુષ્કર્મ (Rapes) તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

દુષ્કર્મ (Rapes) ની આ ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થા અને બાળકોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સરથાણા વિસ્તારમાં આ બનાવ બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં લવ જેહાદ જેવી ચોંકાવનારી ઘટના, 26 વર્ષીય વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું

દુષ્કર્મ  

આ પણ વાંચો: મોરબીની સેવાભાવી સંસ્થામાં આશ્રિત બે માનસિક અસ્વસ્થ મહિલાઓ સાથે અજાણ્યા આરોપીઓએ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં 15 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મ