Gujarat Weather/ ગુજરાતમાં આજે 12 જીલ્લામાં ભારે વર્ષાનું હવામાન વિભાગે આપ્યું એલર્ટ

આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ વરસાદની ભારે શક્યતા વર્તાઈ રહી છે.

Top Stories Gujarat

Gujarat Weather: હવામાન વિભાગ (IMD) આજે રાજ્યના 12 જીલ્લામાં મેઘો આવવાની આગાહી કરી છે. ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ તેમજ યલો એલર્ટ સાથે ગાજવીજ વર્ષાની આગાહી કરવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ વરસાદ (Rain)ની ભારે શક્યતા વર્તાઈ રહી છે.

ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદયપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ગાજવીજ સાથે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.

જુનાગઢ વંથલીનો (સોરઠ પંથકનો જીવાદોરી) ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થતાં કણઝા, આખા અને ટીકર સહિતના ગામને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઈ છે. તમામ તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. રાત્રિ દરમિયાન જિલ્લામાં ધોધમાર વરસાદથી વડાલીમાં 24 કલાકમાં 12.36 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 10.48 ઇંચ વરસાદ, ઈડરમાં 5 ઇંચ અને વિજયનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી જોવા મળ્યું છે. અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ભિલોડામાં રાત્રી દરમિયાન 2 ઇંચ વરસાદ, મેઘરજમાં 5 ઈંચ અને મોડાસા 4 ઇંચ, ધનસુરા અને માલપુરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આગુજરાતવી છે. કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાંં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 6 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ! મુશળધાર વરસાદની ભારે શક્યતા

આ પણ વાંચો:હવામાન વિભાગની રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી