sports news/ ટીમ ઈન્ડિયાને મળ્યો નવો ‘હાર્દિક પંડ્યા’? હર્ષિત રાણાએ વડોદરામાં મેચ પલટી નાખી, ગૌતમ ગંભીરનો ‘જુગાર’ સફળ રહ્યો

વડોદરામાં રમાયેલી રોમાંચક વન-ડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. ઓલરાઉન્ડર Harshit Rana ગેમ ચેન્જર સાબિત થયો.

Trending Sports
Harshit Rana

Sports News : રવિવારે (11 જાન્યુઆરી) વડોદરાના કોટમ્બી સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-સ્કોરિંગ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી છે. હર્ષિત રાણા (Harshit Rana) એ આ મેચ જીતવામાં મોટો ફાળો આપ્યો . 301 રનનો મોટો ટાર્ગેટ ચેઝ કરતી વખતે વિરાટ કોહલીએ 93 રન બનાવ્યા, પણ જીતનો અસલી હીરો સાબિત થયો યુવા ઓલરાઉન્ડર હર્ષિત રાણા (Harshit Rana).

હેડ કોચ ગૌતમ ગંભીરે ફોર્મમાં રહેલા અર્શદીપ સિંહને બહાર બેસાડીને હર્ષિત પર જે ભરોસો મુક્યો હતો, તે સાચો સાબિત થયો છે. હર્ષિતે બેટ અને બોલ બંને વડે મેચનું પાસું પલટી નાખ્યું હતું.

 

બોલિંગમાં કમાલ: જામેલી જોડી તોડી

ન્યુઝીલેન્ડના ઓપનર્સ ડેવોન કોન્વે અને હેનરી નિકોલ્સ સેટ થઈ ગયા હતા અને અડધી સદી ફટકારી ચૂક્યા હતા. ત્યારે હર્ષિત રાણા (Harshit Rana) એ આ બંને મહત્વની વિકેટો ઝડપીને ભારતને મેચમાં વાપસી કરાવી હતી.

બેટિંગમાં ધમાલ: પ્રેશર કુકર સિચ્યુએશન

જ્યારે વિરાટ કોહલી (93) અને જાડેજા આઉટ થયા ત્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી.

ગેમ ચેન્જર ઈનિંગ: હર્ષિતે (Harshit Rana) માત્ર 23 બોલમાં 29 રન (2 ચોગ્ગા, 1 છગ્ગો) ફટકારીને કે.એલ. રાહુલ પરનું દબાણ ઓછું કરી દીધું હતું.

સુંદર પહેલા કેમ?: વોશિંગ્ટન સુંદરને નાની ઈજા હોવાથી અને હર્ષિત (Harshit Rana) ની આક્રમક બેટિંગને ધ્યાનમાં રાખીને તેને 7મા નંબરે મોકલવાનો નિર્ણય ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થયો.

Harshit Rana

ગૌતમ ગંભીરનો વિશ્વાસ અને ટીકાકારોને જવાબ

મેચ પહેલા અર્શદીપ સિંહને ટીમમાંથી બહાર કરવા બદલ ગૌતમ ગંભીરની આકરી ટીકા થઈ હતી. ફેન્સે સોશિયલ મીડિયા પર પક્ષપાતના આરોપ લગાવ્યા હતા. પરંતુ હર્ષિત રાણા (Harshit Rana) અને પ્રસિદ્ધ ક્રિષ્ના (જે પણ પ્લેઈંગ 11 માં હતો) બંનેએ શાનદાર પ્રદર્શન કરીને કોચના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ભારત હવે હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે એક મજબૂત ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તૈયાર કરી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં પણ ચમક્યો હતો

આ કોઈ તુક્કો નથી. હર્ષિતે અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ સાબિતી આપી હતી.

મેલબોર્ન T20: જ્યારે ભારત 49/5 હતું ત્યારે તેણે 33 બોલમાં 35 રન બનાવ્યા હતા.

એડિલેડ વન-ડે: તેણે 18 બોલમાં અણનમ 24 રન અને 2 વિકેટ લીધી હતી.

હર્ષિત રાણા (Harshit Rana) શું કહે છે?

જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં હર્ષિતે (Harshit Rana) કહ્યું, “ટીમ મેનેજમેન્ટ મને એક પ્રોપર ઓલરાઉન્ડર બનાવવા માંગે છે. હું નેટ્સમાં મારી બેટિંગ પર ખૂબ મહેનત કરું છું. મને વિશ્વાસ છે કે હું 7મા કે 8મા નંબરે આવીને ટીમ માટે 30-40 રન બનાવી શકું છું. સિનિયર્સનો સપોર્ટ મને આત્મવિશ્વાસ આપે છે.”

વડોદરા વન-ડેએ સાબિત કર્યું છે કે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત છે. હર્ષિત રાણા (Harshit Rana) નું ફોર્મ જોતા લાગે છે કે તે આવનારા સમયમાં ટીમ ઈન્ડિયાનો કાયમી સદસ્ય બની શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિરાટ કોહલીની મસ્તી! પ્રેક્ટિસ દરમિયાન કરી અર્શદીપ સિંહની નકલ, વીડિયો જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો

આ પણ વાંચો: અર્શદીપના આંકડા સારા છતાં પ્લેઈંગ-11 માંથી બહાર કેમ? કોચ ગંભીર પર લાગ્યા પક્ષપાતના ગંભીર આરોપ

આ પણ વાંચો: સિડનીમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો! ભારત સામે ડેબ્યુ કરનાર બ્યુ વેબસ્ટરે એકલા હાથે ઈંગ્લેન્ડને હરાવ્યું, 1 ઓવરમાં પલટી નાખી મેચ