Train Ticket Increase News: રેલવે મુસાફરો માટે રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, આજથી એટલે કે આજથી ટ્રેન મુસાફરી વધુ મોંઘી(Expensive) બની ગઈ છે. મુસાફરોના ભાડામાં કરાયેલો વધારો શુક્રવારથી સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. આ નવા દરો 26 ડિસેમ્બર અથવા તે પછી બુક કરાયેલી ટિકિટ પર લાગુ પડશે, જ્યારે આ તારીખ પહેલાં બુક કરાયેલી ટિકિટ પર કોઈ અસર નહીં થાય.
રેલવે મંત્રાલયની સત્તાવાર સૂચના
રેલવે મંત્રાલયે ગુરુવારે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કર્યું હતું કે આ ભાડા વધારો તમામ મુસાફરો માટે લાગુ પડશે, પરંતુ કેટલાક વર્ગોને આમાંથી છૂટ આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રેલવેના સંચાલન ખર્ચમાં વધારો, જાળવણી અને આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ એક વર્ષમાં બીજીવાર રેલવે ભાડામાં વધારો થયો છે. અગાઉ જુલાઈ મહિનામાં પણ મુસાફરી ભાડા મોંઘા (Expensive) કરવામાં આવ્યો હતો.
કેટલો વધારો થયો છે?
રેલવે દ્વારા જાહેર કરાયેલા સુધારેલા ભાડા માળખા મુજબ:
સામાન્ય (General) વર્ગ
215 કિમીથી વધુની મુસાફરી માટે
એક પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો
મેલ/એક્સપ્રેસ ટ્રેનો (Mail/Express Trains)
તમામ નોન-એસી અને એસી વર્ગોમાં
બે પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો
આ વધારા બાદ જો કોઈ મુસાફર 500 કિમીનું અંતર કાપે છે, તો તેને અંદાજે 10 રૂપિયાનો વધારાનો ખર્ચ સહન કરવો પડશે.

કયા વર્ગોના ભાડા વધ્યા (Expensive)?
મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં નીચેના વર્ગોમાં ભાડા વધારવામાં આવ્યા છે:
Sleeper Class
AC Chair Car
AC 3-Tier
AC 2-Tier
AC First Class
આ ઉપરાંત રાજધાની, શતાબ્દી, વંદે ભારત, તેજસ, દુરૂપંતો, ગરીબ રથ, જન શતાબ્દી, યુવા એક્સપ્રેસ, હમસફર, અમૃત ભારત, મહામના, ગતિમાન અને અંત્યોદય જેવી ટ્રેનોના મૂળભૂત ભાડામાં પણ વર્ગ અનુસાર સુધારો કરવામાં આવ્યો છે.
કયા ભાડામાં કોઈ ફેરફાર નથી?
રેલવે મંત્રાલયે મુસાફરોને થોડી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે:
ઉપનગરીય (Suburban) સેવાઓ
સીઝન ટિકિટ (Season Ticket Pass)
આ બંને કેટેગરીમાં કોઈપણ પ્રકારનો ભાડા વધારો (Expensive)કરવામાં આવ્યો નથી. એટલે કે રોજિંદા મુસાફરો અને ઓફિસ જતા લોકોને આ નિર્ણયથી સીધી અસર નહીં થાય.
The Railway has announced a new fare structure effective from December 26, 2025, with no fare increase for journeys under 215 km in Ordinary Class. For journeys beyond 215 km, there will be a fare hike of 1 paise per km in Ordinary Class, and 2 paise per km for Mail/Express… pic.twitter.com/lD4fUQ8eeK
— ANI (@ANI) December 21, 2025

નવી ભાડાની યાદી
| અંતર (કિમી) | વધારો (રૂપિયા) |
|---|---|
| 0 – 215 | કોઈ વધારો નહીં |
| 216 – 750 | ₹5 |
| 751 – 1250 | ₹10 |
| 1251 – 1750 | ₹15 |
| 1751 – 2250 | ₹20 |
આ માળખાથી સ્પષ્ટ થાય છે કે રેલવે ભાડામાં વધારો ધીમે-ધીમે અને મર્યાદિત રીતે કરવામાં આવ્યો છે.
મુસાફરો પર શું અસર પડશે?
રેલવે ભાડામાં વધારો ખાસ કરીને લાંબી મુસાફરી કરનારા મુસાફરો પર અસર કરશે. જોકે, આ વધારો પ્રમાણમાં ઓછો હોવાથી મધ્યમ અને નીચલા વર્ગના મુસાફરો પર ભારે ભાર નહીં પડે, એવું રેલવે મંત્રાલયનું માનવું છે. પરંતુ વારંવાર મુસાફરી કરનારાઓ માટે લાંબા ગાળે આ વધારાનો ખર્ચ નોંધપાત્ર બની શકે છે.
ભારતીય રેલ્વે
ભારતીય રેલ્વે (Indian Railways)નો દાવો છે કે આ પ્રયાસોની સલામતી અને કામગીરી પર અસર પડી છે. ભારત હવે વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું માલવાહક રેલ્વે નેટવર્ક ધરાવે છે. તાજેતરના તહેવારોની મોસમ દરમિયાન 12,000થી વધુ વિશેષ ટ્રેનોનું સફળ સંચાલન પણ રેલવેના મજબૂત કાર્યબળનું ઉદાહરણ છે. આ વધારો નજીવો લાગશે, પરંતુ તેની અસર નિયમિત અને લાંબા અંતરના મુસાફરો પર પડશે. મુસાફરોએ હવે આ ફેરફારને તેમની મુસાફરી યોજનાઓમાં સામેલ કરવાની જરૂર પડશે.
