Not Set/ રૂપિયો 67 પૈસા થયો મજબુત, ક્રુડ ઓઈલ એક વર્ષનાં સૌથી નીચા ભાવે પહોચ્યું

ક્રુડ ઓઈલનાં ભાવમાં થયેલાં ઘટાડાને કારણે ડોલર સામે રૂપિયો મજબુત થયો છે. રૂપિયો 67 પૈસા મજબુત થઈને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે પહોચી ગયો છે. ક્રુડ ઓઈલ એક વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોચી ગયું હતું જેની અસર રૂપિયા પર પણ પડી. આ ઉપરાંત અન્ય કરન્સીની તુલનામાં ડોલર નરમ પડવાને કારણે પણ રૂપિયો મજબુત થયો છે. […]

India Business

ક્રુડ ઓઈલનાં ભાવમાં થયેલાં ઘટાડાને કારણે ડોલર સામે રૂપિયો મજબુત થયો છે. રૂપિયો 67 પૈસા મજબુત થઈને 72 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે પહોચી ગયો છે. ક્રુડ ઓઈલ એક વર્ષનાં સૌથી નીચા સ્તરે પહોચી ગયું હતું જેની અસર રૂપિયા પર પણ પડી. આ ઉપરાંત અન્ય કરન્સીની તુલનામાં ડોલર નરમ પડવાને કારણે પણ રૂપિયો મજબુત થયો છે.

આ સિવાય શેર બજાર હાઈક સાથે ખુલતા પણ રૂપિયો મજબુત થયો હતો. ક્રુડ ઓઈલ લગભગ 7% ઘટીને એક વર્ષનાં સૌથી નીચા સ્તર 65 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. રૂપિયો મજબુત થઈને 72.18 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો હતો અને થોડીવાર બાદ જ 67 પૈસાની આગેકુચ કરીને 72 રૂપિયા પ્રતિ ડોલર પર પહોચી ગયો હતો. એક મહિનામાં 22 ડોલર સસ્તુ થયું ક્રુડ ઓઈલ.