Not Set/ ગોવામાં પહેલી વાર શરુ થઇ ટેક્સી સેવા, પર્યટકોને થશે આટલા ફાયદા

ગોવાની પહેલી એપ આધારિત ટેક્સી સેવાની શરૂઆત થઇ ચુકી છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે લીલી ઝંડી દર્શાવીને આ એપ સેવા શરુ કરી હતી. ગોવા ટુરિઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશનની ટેક્સી હીલિંગ એપ ગોવામાઇલ્સ, હવે ગોવામાં સ્થાનિક લોકો સાથે પર્યટકોની ટેક્સી સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ કરવામાં સહાયક થશે. આવું કરવાવાળું ગોવા પહેલું રાજ્ય છે. ગોવામાં ટેક્સીની ભારે માંગ […]

Top Stories India

ગોવાની પહેલી એપ આધારિત ટેક્સી સેવાની શરૂઆત થઇ ચુકી છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે લીલી ઝંડી દર્શાવીને આ એપ સેવા શરુ કરી હતી. ગોવા ટુરિઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશનની ટેક્સી હીલિંગ એપ ગોવામાઇલ્સ, હવે ગોવામાં સ્થાનિક લોકો સાથે પર્યટકોની ટેક્સી સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ કરવામાં સહાયક થશે. આવું કરવાવાળું ગોવા પહેલું રાજ્ય છે.

ગોવામાં ટેક્સીની ભારે માંગ રહેતી હોય છે, પરંતુ કોઈ ટેક્સી સેવા ન હોવાના કારણે પર્યટકોને ખાનગી ટેક્સી ઓપરેટર્સ પાસેથી ટેક્સી ભાડે લેવી પડે છે. અને તેઓ કેટલીક વાર ઓવરચાર્જ પણ કરે છે. આ સેવા શરુ થવાથી પર્યટકોને ફાયદો થશે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે કહ્યું કે ટેક્સી બિઝનેસ ક્ષમતા સાથે કામ નથી કરી રહ્યો. ટેક્સીની માંગ બે થી ત્રણ ગણી વધી ચુકી છે. જો ટેક્સી સરળતાથી ઉપલબ્ધ થઇ જાય તો લોકો પોતાની કાર વાપરવાનું બંધ કરી દેશે.

ગોવાની ટેક્સીઓ ઓવરચાર્જ અને મીટર વગર ચાલવા માટે જાણીતી છે. ગોવામાઇલ્સ એપના આવી જવાથી હવે આવી સમસ્યાઓથી છુટકારો મળી જશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

આ એપના લોન્ચ થતા જ એક કલાકમાં 120 ટેક્સીનું બુકિંગ થયું હતું. હાલ ગોવા ટુરિઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશન પાસે 350 રજીસ્ટર્ડ ટેક્સીઓ છે. જયારે પેસેન્જર બેઝ લોન્ચ પહેલા જ 6 હજારને પાર કરી ગયો હતો.

ગોવાના ટુરિઝમ મિનિસ્ટર મનોહર અઝગાંવકરે કહ્યું કે આ એપ આવી ગયા બાદ ગ્રાહકોને સુરક્ષા પણ મળશે અને યાત્રા શરુ થયા પહેલા જ ભાડાની ખબર પડી જશે. સરકાર આ એપને સંચાલિત કરી રહી છે તો સુરક્ષાની ગેરંટી પણ મળી રહેશે.