Mexico News : મેક્સિકો (Mexico)ના દક્ષિણી રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠા વિસ્તારમાં શુક્રવારે 7.4ની તીવ્રતા (7.4 Magnitude)નો શક્તિશાળી ભૂકંપ (Earthquake)આવતા સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ભૂકંપ બાદ તંત્રે સુનામીના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આશરે 10 લાખ લોકો માટે એલર્ટ (Tsunami Alert) જાહેર કર્યું છે. જોકે હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
અમેરિકી ભૂસ્તર સર્વેક્ષણ સંસ્થા (USGS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપ (Earthquake)નું કેન્દ્રબિંદુ મેક્સિકો ((Mexico))ના પ્યુર્ટો મડેરો શહેરની નજીક જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના જોરદાર આંચકા મેક્સિકો ઉપરાંત ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી
ભૂકંપ બાદ સ્થાનિક અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન તંત્રે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમુદ્રમાં ઊંચા મોજા ઊભા થઈ શકે છે, જેના કારણે નીચાણવાળા કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.
‘પેસિફિક રિંગ ઓફ ફાયર’માં ફરી પ્રચંડ આંચકો
આ ભૂકંપ વિશ્વના સૌથી સક્રિય ભૂકંપ (Earthquake)ઝોન ગણાતા ‘પેસિફિક રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવ્યો છે. આશરે 40 હજાર કિલોમીટર લાંબા આ પટ્ટામાં દુનિયાના લગભગ 90 ટકા ભૂકંપ નોંધાય છે. છેલ્લા 30 દિવસમાં આ વિસ્તારમાં 22 જેટલા ભૂકંપ નોંધાયા છે, જેમાં શુક્રવારનો 7.4ની તીવ્રતાવાળો આંચકો સૌથી શક્તિશાળી માનવામાં આવી રહ્યો છે.
અમેરિકાને કોઈ ખતરો નહીં
અમેરિકાના નેશનલ સુનામી વોર્નિંગ (Tsunami Alert)સેન્ટરે સ્પષ્ટ કર્યું છે કે આ ભૂકંપના કારણે અમેરિકાના પશ્ચિમ કિનારા, અલાસ્કા અથવા બ્રિટિશ કોલંબિયા માટે સુનામીનો કોઈ ખતરો નથી. જોકે મેક્સિકોના તટીય વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:પાકિસ્તાનમાં વહેલી સવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટ; જાનહાનિના અહેવાલ નહીં
આ પણ વાંચો:વેનેઝુએલામાં ભૂકંપથી મૃત્યુઆંક 920ને પાર, 50 હજારથી વધુ લોકો લાપતા
આ પણ વાંચો:વેનેઝુએલામાં સદીનો સૌથી ભયાનક ભૂકંપ: મૃત્યુઆંક 188 પર પહોંચ્યો, 1500 ઇજાગ્રસ્ત
