World News/ વેનેઝુએલામાં સદીનો સૌથી ભયાનક ભૂકંપ: મૃત્યુઆંક 188 પર પહોંચ્યો, 1500 ઇજાગ્રસ્ત

વેનેઝુએલામાં (Venezuela Earthquake)આવેલા 100 વર્ષના સૌથી ભયાનક ભૂકંપમાં મૃત્યુઆંક 188 થયો છે અને 1500 લોકો ઘાયલ થયા છે. રાહત કાર્ય માટે અમેરિકાએ 23 ઓક્ટોબર સુધી આર્થિક પ્રતિબંધો હટાવ્યા છે જ્યારે લા ગ્વાયરાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરાયું છે.

international Top Stories World
Venezuela Earthquake

Venezuela Earthquake Updates: કુદરત ક્યારેક એવો પ્રહાર કરે છે જે સમગ્ર માનવજાતને હચમચાવી મૂકે છે. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે આવેલા બે બેક-ટુ-બેક શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ આપત્તિ છેલ્લા 100 વર્ષ કરતાં પણ વધુ સમયમાં વેનેઝુએલામાં આવેલો સૌથી વિનાશક ભૂકંપ ગણાવાઈ રહ્યો છે. સત્તાવાર આંકડા મુજબ મૃત્યુઆંક વધીને 188 પર પહોંચી ગયો છે, જ્યારે 1500 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. હજુ પણ 200 થી વધુ લોકો ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. આ આંચકા એટલા પ્રચંડ હતા કે તેના આંચકા છેક બ્રાઝિલના એમેઝોન સુધી અનુભવાયા હતા.

અમેરિકાએ 23 ઓક્ટોબર સુધી પ્રતિબંધો હટાવ્યા

વેનેઝુએલા પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવનાર અમેરિકાએ આ માનવતાવાદી સંકટને જોતા 23 ઓક્ટોબર સુધી કેટલાક આર્થિક પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી છે, જેથી ભૂકંપ રાહત કાર્યો માટે થતી આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડદેવડમાં કોઈ અવરોધ ન આવે.

વેનેઝુએલા (Venezuela Earthquake) માટે આ કુદરતી આફત એવા સમયે આવી છે જ્યારે દેશ પહેલેથી જ રાજકીય અને આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ અમેરિકાના સૈન્ય ઓપરેશનમાં નિકોલાસ માદુરોની ધરપકડ બાદ, જાન્યુઆરીમાં કાર્યકારી પ્રમુખ તરીકે સત્તા સંભાળનાર ડેલ્સી રોડ્રિગ્ઝ માટે આ ભૂકંપ સૌથી મોટો પડકાર છે. તેમણે લા ગ્વાયરાને “ડિઝાસ્ટર ઝોન” જાહેર કરીને ભારે મશીનરી ધરાવતી કંપનીઓને બચાવ કાર્યમાં મદદ કરવા અપીલ કરી છે.

ઉત્તર વેનેઝુએલાના (Venezuela Earthquake) શહેરોમાં અત્યારે ચારેય તરફ ચીસાચીસ અને આક્રંદનો માહોલ છે. લા ગ્વાયરાના નિવૃત્ત શિક્ષક જુઆન આલ્બર્ટો મેન્ડાનોએ કાટમાળ વચ્ચે જિંદગીની આકરી શોધનું વર્ણન કરતા જણાવ્યું કે, એક મહિલા મૃતદેહની બાજુમાં ફસાયેલી હતી અને લાચાર થઈને માત્ર હાથથી ઈશારો કરી રહી હતી.

ભૂકંપ આટલો વિનાશક કેમ સાબિત થયો?

બ્રાઝિલના જીઓલોજિકલ સર્વેના સંશોધક માર્કોસ ફેરેરાએ જણાવ્યું કે, માત્ર એક મિનિટના ગાળામાં બે મોટા આંચકા આવ્યા અને તેમની ઊંડાઈ ઓછી (shallow) હતી. આ એક ‘વન-ટુ પંચ’ જેવી સ્થિતિ હતી. જેમ કોઈ એક વ્યક્તિ બૂમ પાડે અને તરત જ બીજી વ્યક્તિ પણ બૂમ પાડવા લાગે, તો અવાજ પ્રચંડ થઈ જાય છે, બરાબર તેમ જ આ બંને ભૂકંપે ધ્રુજારીના વેગને બમણો કરી દીધો અને વિનાશ વધારી દીધો.

વૈશ્વિક મદદ અને ઠપ્પ થયેલી સેવાઓ

મુખ્ય એરપોર્ટ બંધ હોવા છતાં, મેક્સિકો, કતાર, બ્રાઝિલ, સ્પેન, પોર્ટુગલ અને કેનેડા જેવા દેશોએ ડ્રોન, સ્નિફર ડોગ્સ અને તબીબી સામગ્રી મોકલી છે. હાલમાં કારાકાસ જેવા મોટા શહેરોમાં પણ મેટ્રો સેવા અને નેચરલ ગેસનો સપ્લાય બંધ કરી દેવાયો છે અને શાળાઓને આશ્રયસ્થાનમાં ફેરવી દેવામાં આવી છે.

Venezuela Earthquake તબાહીનો સંપૂર્ણ રિપોર્ટ:

મુખ્ય વિગતો Venezuela Earthquake ના આંકડા અને સ્થિતિ
પ્રથમ ભૂકંપ (તીવ્રતા અને કેન્દ્ર) 7.2 મેગ્નિટ્યુડ, મોરોનથી પશ્ચિમે (ઊંડાઈ: 22 કિમી)
બીજો ભૂકંપ (તીવ્રતા અને કેન્દ્ર) 7.5 મેગ્નિટ્યુડ, મોરોનથી દક્ષિણ-પશ્ચિમે (ઊંડાઈ: 10 કિમી)
કુલ મૃત્યુઆંક 188 લોકો (આંકડો હજુ વધી શકે છે)
કાટમાળમાં ફસાયેલા લોકો 200 થી વધુ નાગરિકો
ઇજાગ્રસ્તોની સંખ્યા આશરે 1500 લોકો
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર લા ગ્વાયરા (મુખ્ય એરપોર્ટને નુકસાન અને બંધ)
સરકારી રાહત ભંડોળ $200 મિલિયન (પુનઃનિર્માણ ફંડ)

આ પણ વાંચો :વેનેઝુએલામાં આવેલા પ્રચંડ ભૂકંપની અસર દુનિયાના 4 દેશો પર થઈ, મોદી અને ટ્રમ્પની મદદની જાહેરાત

આ પણ વાંચો :વેનેઝુએલામાં એક જ મિનિટમાં આવ્યા બે વિનાશક ભૂકંપ; 10,000 થી વધુ લોકોના મોતની આશંકા

આ પણ વાંચો :વેનેઝુએલામાં 40 સેકન્ડમાં 2 પ્રચંડ ભૂકંપથી મહાતબાહી, હૃદયકંપાવી દે તેવા Video જુઓ…