National News/ જાપાનના ભૂતપૂર્વ મંત્રીનો ભારતીય અધિકારીઓ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબનો આરોપ, ભારતે નકાર્યો

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)અગાઉ જાહેરાત કરી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train)પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ, 2027થી શરૂ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે

India Top Stories
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train)યોજનાને લઈને જાપાનના ભૂતપૂર્વ ન્યાય પ્રધાન હિદેકી માકિહારા (Hideki Makihara)ના નિવેદન બાદ ચર્ચા તેજ બની છે

National News : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train)યોજનાને લઈને જાપાનના ભૂતપૂર્વ ન્યાય પ્રધાન હિદેકી માકિહારા (Hideki Makihara)ના નિવેદન બાદ ચર્ચા તેજ બની છે. માકિહારાએ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (શિંકનસેન) પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે ભારતીય અધિકારીઓની બેદરકારી અને વચનોનું પાલન ન કરવાની વૃત્તિને જવાબદાર ગણાવી છે. તેમણે પોતાના નિવેદનમાં ભારતીય પક્ષ પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે પ્રોજેક્ટ આગળ ન વધવાનું મુખ્ય કારણ ભારત છે.

બુલેટ ટ્રેન (Bullet Train)પ્રોજેક્ટ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓના પ્રયાસોને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો

માકિહારાએ વધુમાં દાવો કર્યો કે આંતરરાષ્ટ્રીય બેઠકો દરમિયાન ભારતીય પક્ષ વારંવાર પોતાના વચનોથી પાછો ફર્યો હતો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓના પ્રયાસોને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. તેમણે પ્રોજેક્ટના પ્રભારી મંત્રી અંગે પણ કડક ટિપ્પણી કરી હતી.

જોકે, ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે આ માત્ર એક વ્યક્તિગત અભિપ્રાય છે અને તે હકીકતોથી અલગ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અંગે ભારત અને જાપાન વચ્ચેની ચર્ચાઓ સુચારુ રીતે આગળ વધી રહી છે.

MEAના જણાવ્યા અનુસાર, જાપાન 2030ના દાયકાની શરૂઆતમાં નવી પેઢીની E10 શ્રેણીની શિંકનસેન ટ્રેન ભારતને ઉપલબ્ધ કરાવશે. ત્યાં સુધી પ્રોજેક્ટના બાંધકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને પ્રથમ તબક્કામાં ભારતીય હાઈ-સ્પીડ ટ્રેન (High Speed Rail)સાથે સેવા શરૂ કરવાની યોજના પર બંને દેશ સહમત થયા છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)અગાઉ જાહેરાત કરી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train)પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ, 2027થી શરૂ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.


આ પણ વાંચો: અમદાવાદમાં અનુપમ બ્રિજ 5 દિવસ બંધ રહેશે,બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મેગા ટ્રાફિક બ્લોક જાહેર

આ પણ વાંચો: સાબરમતી નદી પર તૈયાર થયો 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો બુલેટ ટ્રેન બ્રિજ

આ પણ વાંચો: સુરતમાં તૈયાર થયો પહેલો બુલેટ ટ્રેન ડિપો: મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટમાં મોટું અપડેટ