લોકડાઉન/ ઉત્તરપ્રદેશમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યુ

લોકડાઉન વધારવામાં આવ્યું ઉત્તરપ્રદેશમાં

India

કોરોના મહામારીની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર કોરોનાને કંટ્રોલ કરવા માટે લોકડાઉન કરીને કોરોનાના કેસોમાં ઘટાડો થાય અને કોરોના વાયરસની ચેઇન તોડાય .આ લોકડાઉનથી કેસોમાં ઘટાડો નોંધાયો છે જેના લીધે ઉત્તર પ્રદેશ સરકારે લોકડાઉન વધારી દીધો છે. લોકડાઉન 31 મે સુધી લંબાવામાં આવ્યો છે. કોરોના માટે લગાવેલા કોરોના કફર્યુથી કેસોમાં ઘટાડોથયો છે જેના લીધે લોકડાઉન વધારવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં આવશ્યક વસ્તુઓ સહિત મેડિકલની સેવાઓ સંબધિત દુકાનો જ ખુલ્લી રહેશે.

ઉત્તર પ્રદેશમાં કોરોના સક્રીય કેસો ઘટી રહ્યા છે અને એક લાખથી પણ ઓછા થઇ રહ્યાછે.કોરોનાની કુલ સંખ્યા 94982 થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 6046 નવા કેસો નોંધાયા છે. જયારે 17540 લોકો સાજા થયા છે. અને 226 લોકોના મોત થયાં છે. કેસોની રફતાર ઘટતા પ્રદેશમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યો છે.