નવી દિલ્લી,
હવાઈસફરની જેમ રેલ્વેયાત્રામાં પણ હવે ટિકિટ પહેલા બુક કરાવા પર છુટ આપવા બાબતે રેલ્વે સમિતિએ ભલામણ કરી રહ્યું છે. રેલ્વે સમિતિની આ રજૂઆત બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવે તો યાત્રીઓને પહેલાના ભાડા કરતા છુટ મળી શકે છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ અઠવાડિએ પોતાનો રિપોર્ટ રજુ કરનારી સમિતિએ કોઈ પણ ટ્રેનમાં ખાલી સીટોની સંખ્યાના આધાર પર યાત્રી ભાડામાં છૂટ આપવા માટે પ્રસ્તાવ આપ્યો છે.
રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, એરલાઈન્સના ભાંડાની વ્યવસ્થાની જેમ આપણે ટ્રેનની ટિકિટ મહિના પહેલા બુક કરાવો છો તો મુસાફરી કરનાર યાત્રીને રેલ્વે ટિકિટના ભાડામાં ફાયદો મળી શકે છે. 20 થી 50 ટકા સુધી છૂટ આપવા માટે બુકિગ પર ઊપલબ્ધ કે ખાલી સીટની સખ્યા પર ભાંડાની કિંમત નિર્ભર રહેશે.
રેલ્વે સમિતિએ એ પણ જણાવ્યું હતું કે, “હવાઈયાત્રાની આગળની સીટ માટે વધારે કિંમત આપવી પડે છે. તે જ રીતે રેલ્વેની મુસાફરી કરનારા પેસેન્જરોને નીચેની સીટ માટે વધારે આપવી કિંમત પડશે.જો કે, વરિષ્ઠ નાગરિક, વિકલાંગ અને ગભૅવતી મહિલાને આ સીટો પર ફીમાં મુસાફરી કરવા દેવામાં આવશે.
રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, સમિતિએ એ પણ આદેશ આપ્યા છે કે એવી ટ્રેનોના ભાડામા વધારો કરવામા આવે કે જે સવારે પોતાના સ્થળ સુધી સમયસર પહોંચે છે. બીજી બાજુ સુત્રોના જણાવ્યા મુજબ, રેલ્વે બોર્ડ સમિતિ આ ભલામણોમાં ફેરફાર પણ કરી શકે છે.
