Business News/ સ્માર્ટફોન માર્કેટમાં મંદીનો મોટો આંચકો, મેમરી ચિપ મોંઘી થતાં મોબાઈલના ભાવમાં 15%નો ઉછાળો

ભારતીય સ્માર્ટફોન (smartphone)માર્કેટમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં શિપમેન્ટમાં ૧૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે મેમરી ચિપના ભાવ વધવાને કારણે હેન્ડસેટની સરેરાશ કિંમતોમાં ૧૫ ટકાનો વધારો થયો છે.

Trending Business
Major slump in the smartphone market

મોબાઈલ ફોન ખરીદનારા ગ્રાહકો અને કંપનીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય સ્માર્ટફોન (smartphone )બજારમાં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન છેલ્લા 6 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીએ સ્માર્ટફોનના કુલ સપ્લાય (શિપમેન્ટ)માં 10 ટકાનો જંગી ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે મેમરી ચિપની કિંમતો વધવાને કારણે બ્રાન્ડ્સને હેન્ડસેટના ભાવ વધારવાની ફરજ પડી હતી. બજારમાં આકર્ષક લોન અને ઈએમઆઈ (EMI) ઑફર્સ ઉપલબ્ધ હોવા છતાં, મોંઘવારીના કારણે બજેટ સ્માર્ટફોનની ખરીદી પર અત્યંત ખરાબ અસર પડી છે.

ઘટાડા પાછળ પાર્ટ્સના વધતા ભાવો મુખ્ય કારણ

સ્માર્ટફોન ઉદ્યોગમાં ચાલુ વર્ષની શરૂઆતથી જ નબળાઈ જોવા મળી રહી છે, જ્યાં જાન્યુઆરી-માર્ચના પ્રથમ ક્વાર્ટરમાં પણ શિપમેન્ટ 3 ટકા ઘટ્યું હતું. અગાઉ જૂનો સ્ટોક ખાલી કરવા કે મોડેલ લોન્ચિંગમાં વિલંબ થવા જેવા કારણોસર વેચાણ ઘટતું હતું, પરંતુ આ વખતે મોબાઈલના સ્પેરપાર્ટ્સ મોંઘા થવું મુખ્ય કારણ છે. ખાસ કરીને રેમ (DRAM) અને સ્ટોરેજ (NAND) મેમરીની કિંમતો આકાશે આંબી ગઈ છે, જેનો આર્થિક બોજ આખરે ગ્રાહકોના માથે નાખવામાં આવ્યો છે.

બજેટ સેગમેન્ટને સૌથી મોટો ફટકો, ફોનના ભાવ બમણા થયા

ખર્ચના દબાણને કારણે લગભગ તમામ અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ્સે ત્રણ મહિના દરમિયાન એકથી વધુ વખત કિંમતોમાં વધારો કર્યો છે. જૂન ક્વાર્ટરના અંત સુધીમાં સ્માર્ટફોનની સરેરાશ કિંમતમાં 15 ટકા સુધીનો મોટો ઉછાળો આવ્યો છે. આની સૌથી વધુ અસર સામાન્ય લોકોના બજેટ સેગમેન્ટ પર પડી છે. 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના ફોનનું શિપમેન્ટ વાર્ષિક ધોરણે 45 ટકા જેટલું તૂટી ગયું છે. એક સમયે મોબાઈલ બનાવવામાં મેમરીનો ખર્ચ માત્ર 20 ટકા આસપાસ હતો, જે હવે વધીને 45 ટકાથી વધુ થઈ ગયો છે. પરિણામે, કેટલાક લોકપ્રિય બજેટ મોડલ્સની કિંમતો તેની લોન્ચ પ્રાઇસ કરતા ડબલ થઈ ગઈ છે.


આ પણ વાંચો:વૈશ્વિક બજારની અસરથી સોના-ચાંદીમાં ભારે ઉથલપાથલ, કિંમતોમાં બેતરફી વધઘટ વચ્ચે ક્રૂડ ઓઇલ ગગડ્યું

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય તણાવ અને ખરીફ પાકની ચિંતા વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં 5%નો ઉછાળો, રસોડાનું બજેટ ખોરવાયું

આ પણ વાંચો:મોંઘવારીએ વધારી ચિંતા! RBI લોનની EMI પર લઈ શકે મોટો નિર્ણય? જાણો શું કહે છે નિષ્ણાતો