ઉત્તર પ્રદેશનાં બિજનૌર જિલ્લામાં, જ્યારે એક યુવતીએ ફેશનેબલ કપડાં પહેરવા બદલ તેની મોટી બહેનને ઠપકો આપ્યો ત્યારે યુવતીએ ઝેર પી લીધુ હતુ. મળતી માહિતી મુજબ, યુવતીનું નામ નંદિની છે, તેણે તેના બહેનનાં ઠપકાથી ઝેર પી લીધુ હતું અને ત્યારબાદ તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં મહિલાની હાલત સ્થિર છે. સમાચાર મુજબ, આ ઘટના મંગળવારે રાત્રે બની હતી, જ્યાં મહિલાએ બિજનૌરનાં મલકપુર ગામમાં ઝેર પી લીધું હતું.
અહેવાલ મુજબ 21 વર્ષીય નંદિનીનાં સંબંધીએ કહ્યું કે, તે તેની ત્રણ બહેનોમાં સૌથી નાની છે. ત્રણેય બહેનો ગામમાં ટેલરનું કામ કરે છે. નંદિનીને ફેશનેબલ કપડાં પહેરવાનો ખૂબ શોખ છે, તે સ્ટાઇલિશ અને આધુનિક કપડા પહેરવાનું પસંદ કરે છે. પરંતુ નંદિનીનાં ગ્રામજનોએ તેના ડ્રેસ સામે વાંધો ઉઠાવ્યો હતો. ગામનાં જ લોકોએ નંદિનીની મોટી બહેનને તેના ડ્રેસ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ નંદિનીએ આ અંગે મોટી બહેન સાથે દલીલ કરી હતી.
નંદિનીનું મંગળવારે રાત્રે તેની મોટી બહેન સાથે કપડાને લઈને તકરાર થઈ હતી. જે બાદ ગુસ્સામાં નંદિનીએ ઝેર પી લીધુ હતું. જે બાદ તેની હાલત વધુ કથળી હતી. હાલત વધુ બગડતી જોઈ નંદિનીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે હાલ નંદિનીની સ્થિતિ સ્થિર છે. સાથે જ આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. જોકે, આ મામલે હજી સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
