Accident/ આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત

આણંદના વાસદ બ્રિજ પર વાસદ પોલીસ વાન પસાર થઇ રહી હતી, તે દરમિયાન અચાનક ડિવાઈડર પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું મોત થયું છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 29T131341.817 આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત
  • આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત
  • પોલીસ વાન ડિવાઈડર પર ચડી જતા થયો અકસ્માત
  • અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે જ મોત

Anand News: આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત સર્જાયો હતો, પોલીસ વાન ડિવાઈડર પર ચડી જતા   અકસ્માત થયો, અકસ્માતમાં હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું જ્યારે અન્ય  2 પોલીસકર્મીઓ   ઈજાગ્રસ્ત થયા હતા, ડ્રાઈવર ઋષિભાઈ અને કોન્સ્ટેબલ દિલીપભાઈને  ઇજા પહોંચતા તેમણે ઈજાગ્રસ્ત   હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, સમગ્ર ઘટનાની જાણ થતાં વાસદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર,આણંદના વાસદ બ્રિજ પાસેથી પોલીસવાન પસાર થઈ રહી હતી. એ સમયે અચાનક પોલીસ વાનના ચાલકે કાબૂ ગુમાવતા વાન ડીવાઈડર પર ચડી ગઈ હતી. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને લોકલ પોલીસ તથા 108ને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી.

જ્યારે બે પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પોલીસર્મીઓને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સમગ્ર મામલે વાસદ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત


આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત

આ પણ વાંચો:ગુજરાતમાં હાર્ટ અટેકથી વધુ બેના મોત, 19 વર્ષના BSF જવાનનું થયું નિધન

આ પણ વાંચો:પાંડેસરામાં ઘર બહાર રમતા બાળક પર શ્વાનનો હુમલો, શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો જમાવડો