Not Set/ આ વખતે અમદાવાદ રહ્યું ભાગ્યશાળી, શ્રેય હોસ્પિટલ આગ્ની કાંડ જેવો કાંડ થતા સહેજમાં રહી ગયો

અમદાવાદ આ વખતે કદાચ ભાગ્યશાળી રહ્યું છે અને શહેરમાં શ્રેય હોસ્પિટલ અગ્ની કાંડ જેવો બીજો કાંડ થતા સહેજમાં જ રહી ગયો છે. જો કે, આવા મામલામાં પણ ભાગ્યની ઓથે ચાલવું દુર્ભાગ્ય પૂર્ણ જ કહેવાય. કારણ કે અગ્નીકાંડની વરવી ચીચીયારીઓ પૂર્વે અનેક વખત શહેરે સાંભળી જ છે, પરંતુ કાંડ અટકવાનું નામ લેતા નથી. ઘટના વિશે વાત કરવામાં આવે તો અમદાવાદની […]

Ahmedabad Gujarat

અમદાવાદ આ વખતે કદાચ ભાગ્યશાળી રહ્યું છે અને શહેરમાં શ્રેય હોસ્પિટલ અગ્ની કાંડ જેવો બીજો કાંડ થતા સહેજમાં જ રહી ગયો છે. જો કે, આવા મામલામાં પણ ભાગ્યની ઓથે ચાલવું દુર્ભાગ્ય પૂર્ણ જ કહેવાય. કારણ કે અગ્નીકાંડની વરવી ચીચીયારીઓ પૂર્વે અનેક વખત શહેરે સાંભળી જ છે, પરંતુ કાંડ અટકવાનું નામ લેતા નથી.

ઘટના વિશે વાત કરવામાં આવે તો અમદાવાદની હૃદય કોવિડ હોસ્પિટલમાં અગ્ની કાંડ જેવો બીજો કાંડ થતા સહેજમાં જ રહી ગયો હોવાની વિગતો વિદિત છે. અમદાવાદનાં પાલડી વિસ્તારમાં આવેલી હ્રદય કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન લિકેજની ઘટના બની હતી. હૃદય કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનીં નોઝલમાં ગેસ બ્લાસ્ટની ઘટના સામે આવી છે.

ઘટનામાં ફાયરની બે ગાડી ઘટના સ્થળે પહોંચી તાબળતોબ પહોચી ગઇ હતી અને તમામ દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ ગેસ લીકમાં અગ્ની કાંડ થતા થતા સૌભાગ્ય વસ સહેજમાં રહી ગયો અને હોસ્પિટલમાં મોટી જાનહાની ટળી ગઇ હતી. ઘટનાનો ઢાંક પીછોડો કરવા માટે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા મીડિયા કર્મીઓને ઘટના સ્થળે જતા રોકાયા હતા. જો કે, હોસ્પિટલમના પાર્કિંગમાં ઓક્સિજનના બાટલા જોવા મળ્યા. 

ઘટના મામલે સત્તાધીશો દ્વારા માહિતી આપતા જણાવાયું કે, હોસ્પિટલ તંત્રની કોઈ બેદરકારી નથી. 5 થી 10 મિનિટમાં હોસ્પિટલ દ્વારા સિચ્યુએશન થાળે પાડી દેવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે જો કોઈ ઘટના બની હોત તો કોણ જવાબદાર હોત ??? શા માટે AMC આવી ઘટનાઓ પર આંખ આડા કાંન કરે છે ???

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews