Not Set/ રામોલ પોલીસ ચોકી પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 2 મિત્રોના ઘટના સ્થળે જ મોત

અમદાવાદના રામોલ પોલીસ ચોંકી પાસેથી મોડી રાત્રે 5 મિત્રો CTM ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આચનક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

Ahmedabad Gujarat
અકસ્માત
  • અમદાવાદમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
  • ટ્રક પાછળ ગાડી ઘુસી જતા સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત
  • અન્ય 3 લોકો થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
  • રામોલ પોલીસ ચોકી પાસેની ઘટના

અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક કફહી એક સામે આવી રહેલ માર્ગ અકસ્માત ની ઘટનામાં અનેક માસૂમ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ મામલે પોલીસને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :હું સારી પુત્રી ન બની શકી, લખીને ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના રામોલ પોલીસ ચોકી પાસેથી મોડી રાત્રે 5 મિત્રો CTM ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આચનક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પાંચ મિત્રોમાંથી બે મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બે લોકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા જ પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

આપને જણાવી દઈએ કે ગઇકાલે હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. રાપર તાલુકાના દેસલપર ગામના વ્યક્તિઓ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા હતા.આ અકસ્માતની જાણ થતાં પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો :અખબારનગર વિસ્તારમાં દીવાલ ધરાશાયી, એક વ્યક્તિ દટાયો કાટમાળમાં

આ પણ વાંચો : બિન સચિવાલયની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી,જાણો વિગત

આ પણ વાંચો :  ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રચારમાં સુરતની સાડીઓની બોલબાલા..

આ પણ વાંચો : જૂનાગઢ જેલમાં ઠાઠમાઠ સાથે ઉજવાઇ બર્થ ડે પાર્ટીઓ, બર્થ ડે કેક પર ગન અને બિયર મળી જોવા