Not Set/ લગ્નના તાંતણે બંધાય એ પહેલા કોરોના વોરીયર્સે ગુમાવ્યો જીવ, પરિવાર શોકમગ્ન

ગુજરાતમાં સતત કહેર મચાવી રહેલી કોરોના વાયરસની આ મહામારીમાં મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

Gujarat Others
A 281 લગ્નના તાંતણે બંધાય એ પહેલા કોરોના વોરીયર્સે ગુમાવ્યો જીવ, પરિવાર શોકમગ્ન

ગુજરાતમાં સતત કહેર મચાવી રહેલી કોરોના વાયરસની આ મહામારીમાં મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જો કે આ તમામ વિકટ સ્થિતિની વચ્ચે કોરોના વોરીયર્સ તરીકે કામ કરી રહેલા ડોક્ટર, નર્સ અને મેડીકલ સ્ટાફને પણ જીવનું જોખમ વર્તાઈ રહેતું હોય છે અને અત્યારસુધીમાં મોટી સંખ્યામાં કોરોના વોરીયર્સના મોત થયા છે.

કોરોનાના આ કહેર વચ્ચે રાજ્યમાં વધુ એક કોરોના વોરીયર્સનું મોત થયું છે. કોરોના મહામારીની વિકટ સ્થિતિમાં જીવને જોખમમાં મૂકીને સતત ફરજ બજાવી રહેલી વાપીની એક કોરોના વોરિયર જીવન સામેની જંગ હારી ચૂકી છે.

આ પણ વાંચો : ગુજરાત અને UPમાં ઓક્સિજનની અછત, બનાસકાંઠામાં 5, જયારે ઉન્નાવમાં 9 લોકોના થયા મોત

આ અંગે વાત કરીએ તો, રાજ્યના કપરાડામાં રહેતી મનીષા પટેલ નર્સિંગનો કોર્સ વાપીની ખાનગી હોસ્પિટલમાં ફરજ અદા કરી હતી. જો કે હાલમાં તે કોઈ હોસ્પિટલમાં ફરજ અદા કરતી ન હતી, પરંતુ આ દરમિયાન મનીષા કોરોના પોઝિટિવ નીકળતા અને થોડા દિવસો પહેલા તાવ આવતા તેને સેલવાસની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં વધુ તબિયત લથડતાં વેન્ટિલેટર સારવાર ચાલુ હતી. પરંતુ આ સ્થિતિમાં બુધવારે જ મનીષા કારોના સામે હારી ગઇ હતી.

આ પણ વાંચો :અમદાવાદમાં ગુંડારાજ જેવી સ્થિતિ, માત્ર 300 રૂપિયા માટે કરાઈ યુવકની હત્યા

જો કે આ કિસ્સાની સૌથી વધુ દુઃખદ વાત એ છે કે, મનીષાના લગ્ન આ ૨૩ એપ્રિલે જ થવાના હતા અને લગ્નની તમામ તૈયારીઓ પણ થઇ ગઈ હતી, પરંતુ આ પહેલા જ મનીષાએ કોરોના સામે હાર માની લેતા તેણીનું નિધન થયું છે.બીજી તરફ આ કિસ્સાને લઈ મનીષાના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત જ છે અને એમાંથી તાપી જીલ્લો પણ બાકાત નથી, ત્યારે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કુલ 115 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા, જે એક ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો :કોરોના દર્દીઓ માટે ઉમદા પહેલ શરૂ કરી,હોમમાં આઇસોલેટે 600 જેટલા લોકો ને ફ્રી માં ભોજન

આ પણ વાંચો :અમદાવાદની નીચલી કોર્ટને મોટો ફટકો, કોરોનાના કારણે 48 કલાકમાં 10 વકીલના મોત

Untitled 39 લગ્નના તાંતણે બંધાય એ પહેલા કોરોના વોરીયર્સે ગુમાવ્યો જીવ, પરિવાર શોકમગ્ન