Gang rape/ શીલજમાં 5 સિક્યુરિટી ગાર્ડે ઘરમાં ઘૂસી ઘરઘાટી યુવતી પર કર્યો ગેંગરેપ

શીલજ વિસ્તારમાં મહિલા પર પાંચ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો. આ મહિલા શીલજ વિસ્તારમાં એકલી રહે છે. અડધી રાત્રે પાંચ સિક્યુરિટી ગાર્ડમાં ઘૂસી હથિયાર બતાવી લૂંટ ચલાવી મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો

Gujarat
YouTube Thumbnail 32 શીલજમાં 5 સિક્યુરિટી ગાર્ડે ઘરમાં ઘૂસી ઘરઘાટી યુવતી પર કર્યો ગેંગરેપ

અમદાવાદ શહેર વિકસિત થવાની સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ વધારો થઈ રહ્યો છે. શીલજ વિસ્તારમાં મહિલા પર પાંચ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો. આ મહિલા શીલજ વિસ્તારમાં એકલી રહે છે. અડધી રાત્રે પાંચ સિક્યુરિટી ગાર્ડમાં ઘૂસી હથિયાર બતાવી લૂંટ ચલાવી મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. જો કે મહિલાએ કેન્સર હોવાનું કહેતા 19 વર્ષીય ઘરઘાટી યુવતી પર ગેંગરેપ કરી ફરાર થઈ ગયા.

આ પાંચેય સિક્યુરિટી ગાર્ડે ગુનાને અંજામ આપવા પહેલા એપાર્ટમેન્ટનું વીજ કનેકશન કાપી નાખ્યું. વીજળી જતા મહિલા ઘરની બહાર આવતા જ ગાર્ડે મોઢું દબાવી ઘરમાં ઘૂસણખોરી કરી. મહિલાની ઘરમાં લૂંટ કરી ઘરઘાટી પર દુષ્કર્મ આચરી ગુનેગારો મહિલાનું એટીએમ કાર્ડ કાર લઈને ફરાર થયા. મહિલાના કાર્ડ પરથી એટીએમમાંથી 40 હજારનો ઉપાડ કર્યો અને રાજસ્થાન તરફ જતા ચોરી કરેલ ગાડીને રસ્તામાં છોડી દેતા ખાનગી બસનો ઉપયોગ કર્યો. આ ઘટનાની ફલેટ માલિક મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી કરતા કંટ્રોલરૂમને જાણ કરી.

આ બનાવની બનાસકાંઠા પોલીસને જાણ થતાં પાલનપુર એરોમા સર્કલ પાસે નાકા બંધી કરીને પાંચેય આરોપીઓને ઝડપી પાડી બોપલ મોકલવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે તમામ ગુનેગારો વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધી ધરપકડ કરી.

41 વર્ષીય મહિલા શીલજમાં જમીન લે-વેચનું કામ કરે છે. અને ઘરઘાટી તરીકે 19 વર્ષીય યુવતી પણ તેની સાથે જ રહે છે. ગુરુવારે રાત્રે મહિલાના ફલેટની લાઈટો અચાનક બંધ થઈ જાય છે. તેની તપાસ કરવા મહિલા ઘરની બહાર નીકળે છે તે સમયે પાંચ યુવકો મહિલાનું મોઢું દબાવી ઘરમાં લાવે છે. અને બાદમાં તેના મોઢા પર ટેપ મારી દે છે. આ યુવકો હથિયાર બતાવી મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરે છે પરંતુ પોતાને કેન્સર હોવાનું કહેતા ઘરઘાટી યુવતી પર ગેંગરેપ કરે છે. મહિલાએ આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાકાબંધી કરી ગુનેગારોને રસ્તામાંથી ઝડપી બોપલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 શીલજમાં 5 સિક્યુરિટી ગાર્ડે ઘરમાં ઘૂસી ઘરઘાટી યુવતી પર કર્યો ગેંગરેપ


આ પણ વાંચો : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં પાણી સમસ્યા મામલે સ્થાનિકોનો અનોખો વિરોધ

આ પણ વાંચો : Israel Hamas War/ હવે ઈઝરાયલે ગાઝા પટ્ટીના લોકોના પેટમાં લાત મારી, ‘વર્ક પરમિટ’ રદ કરી અને હજારો કામદારોને પાછા મોકલી દીધા