રાજકોટઃ શહેરમાં કૉંગ્રસના કાર્યકરોએ બીજેપીના ઝંડા સળગાવીને સનિયા ગાંધી પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્રિકોણ બાગ સર્કલ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તા અને વરિષ્ઠ નેતાઓ દ્વારા તેનો વિરોધ કવરામાં આવ્યો હતો. જસદણમાં એક ખાતમૂર્હતમાં સોનિયા ગાંધી પર બીજેપી નેતા ધંશુખ ભડેરીએ અભદ્ર ટિપ્પણી કરી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આજે ત્રિકોણ બાગ ખાતે વિરોધ કરનાર આ અંગે વિરોધ કરનાર છે. જેમાં આવા અશ્લીલ શબ્દો બદલ ભાજપને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું છે. વોર્ડ પ્રમુખથી લઇ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના લોકો એકઠા થશે. આજે ધનસુખ ભંડેરીના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ભાજપના કાર્યકરોની ગાડીની નંબર પ્લેટ તોડી હતી. જેમાં મેયની ગાડીની પણ નંબરપ્લેટ તોડી હતી.
ભાજપના સેવા સેતુ કાર્યક્રમનો વિરોધ કરવા માટે આવેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
