અમદાવાદમાં કોરોના એ જે રોદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. તેનાથી હવે કોઈ બાકાત રહ્યું નથી. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કોરોના ના નવો કેસો ઊભરી ઉભરીને સામે આવી રહ્યા છે. લોકોમાં એટલો ફફડાટ ફેલાઈ ગયો છે કે લોકો હવે પોતાના ઘરમાં જ પુરાઈ રહીને પૂજા અર્ચના કરી રહ્યા છે જેથી આ કહેરમાં ઘટાડો થાય અને પહેલા જેવું શાંત માહોલ ફરીથી અમદાવાદમાં પરત આવે.
પરંતુ, અમદાવાદમાં જાણે કુદરત રિસાઈ ને બેઠું હોય તેમ લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. કોરોના એ સમગ્ર શહેરને જાણે બાનમાં લીધું હોય તેમ ઘણા લોકો તેની ચપેટમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા છે.
તાજેતરની જો વાત કરીએ તો, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા બે સિનિયર વકીલ નું બે જ દિવસની અંદર કોરોના ના કારણે નિધન થયું છે.

એડવોકેટ મેહુલ રાજગુરુ અને રાજેન્દ્ર પટેલ કે જે મિર્ઝા પુર ગ્રામ્ય કોર્ટમાં વકીલ આલમમાં સારી છાપ ધરાવતા હતા. બને વકીલોનું માત્ર ૪૮ કલાકની અંદર જ કોરોના ના કારણે મોત નિપજતાં ગ્રામ્ય કોર્ટમાં તેની ભારે ચર્ચાઓ ફેલાઇ ગઇ છે. જયારે ખુબજ દુઃખદ સમાચાર બીજા એ પણ મળી રહ્યા છે કે માત્ર 48 કલાકની અંદર જ અમદાવાદની મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ, ફેમિલી કોર્ટ અને સેશન્સ કોર્ટના કુલ 10 જેટલા વકીલોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

ગ્રામ્ય કોર્ટના તમામ અસીલ થી લઈને તમામ વકીલ તેમજ તમામ જજો માં પણ દસેય વકીલોના મોત ના સમાચાર સાંભળીને ભારે ફફડાટ ફેલાઈ ગયું છે.

ગ્રામ્ય કોર્ટના બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ પારેખએ મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે, છેલ્લા એકજ અઠવાડિયાની અંદર 25 જેટલા વકીલો ગુજરી ગયા છે. જેમાંથી ઘણા મારા મિત્રો હતા. જેમની સાથે હું ઘણી વાર હસી મઝાક પણ કરતો હતો અને તેમની સાથે બહાર ગામ ફરવા પણ જતો હતો. એટલુંજ નહિ ફક્ત 48 કલાકમાં 10 વકીલોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. જે ખુબજ આઘાતજનક સમાચાર છે. મ્ર્ત્યુ પામેલા તમામ વકીલોને હું નમી આંખોથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું પોતે 8 દિવસ માટે હોસ્પ્ટિલમાં કોરોના ના લીધે એડમિટ રહ્યો હતો. આ બીમારી ખરેખર ખુબજ ખતરનાક છે. હું લોકોને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તેઓ પૂરતી સાવચેતી રાખે અને આ બીમારીને ખુબજ ગંભીર માનીને કોરોના બીમારીને ફેલાતા અટકવામાં સરકારની મદદ કરે તેવી હું અપીલ કરું છું.એટલું જ નહિ જે 10 વકીલો કોરોના ના કારણે ગુજરી ગયા છે તેમના અવસાનથી કોર્ટની કાર્યવાહી ઉપર મોટી અસર પડી છે. તેમના અસીલોને પણ ભારે મુશ્કેલીઓ નડશે. એટલુંજ નહિ, આ મામલે અમે જરૂરી પત્ર પણ તમામ લાગતા વાગતા વિભાગોમાં મોકલ્યા છે અને મૃતક વકીલોના પરિવાજનોને મદદ મળે તે માટે પણ અમે કોશિશ કરી રહ્યા છે.


મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અયાઝ ભાઈ શેખએ મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે , અત્યારે જે સમાચારો શહેરમાંથી એક પછી એક બહાર આવી રહ્યા છે તેનાથી મને અને મારી ફેમિલીને ભારે બીક લાગી રહી છે. વકીલોના જે મ્ર્ત્યુના સમાચારો મને મળ્યા છે તેનાથી હું ખુબજ ભયભીત બની ગયો છું. કોરોનાના કારણે મેં મારા ઘણા વકીલમિત્રો ગુમાવ્યા છે. જેનું મને દિલથી દુઃખ છે. એમની કમી ક્યારેય પુરી નહિ થાય. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને હિમ્મત આપે તેવી હું પ્રાર્થનાની સાથે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.
