Not Set/ પડોશીને ડરાવવા આરોપીને ઘરની બહાર લાવી માર માર્યો, CCTV કેમેરામાં ખાખીધારીના કારનામાં થયા કેદ

અમદાવાદ, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ખાખીધારી અધિકારી કાયદાની એસીતેસી કરીને સ્થાનિક જનતાને ભયભીત કરતો હોય તેવા આરોપ સાથે એક કિસ્સો સામે આવ્યો છે. જે ખાખી સમાજના લોકોની રક્ષા કરવા માટે પહેરી હતી તે જ ખાખીનો દુરુપયોગ કરીને સમાજના લોકોને ભયભીત કરવાનો ખેલ એક પોલીસ અધિકારી કરી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ બેડામાં ચકચાર […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 176 પડોશીને ડરાવવા આરોપીને ઘરની બહાર લાવી માર માર્યો, CCTV કેમેરામાં ખાખીધારીના કારનામાં થયા કેદ

અમદાવાદ,

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ખાખીધારી અધિકારી કાયદાની એસીતેસી કરીને સ્થાનિક જનતાને ભયભીત કરતો હોય તેવા આરોપ સાથે એક કિસ્સો સામે આવ્યો છે.

જે ખાખી સમાજના લોકોની રક્ષા કરવા માટે પહેરી હતી તે જ ખાખીનો દુરુપયોગ કરીને સમાજના લોકોને ભયભીત કરવાનો ખેલ એક પોલીસ અધિકારી કરી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ બેડામાં ચકચાર ફેલાઇ ગઇ છે.

માત્ર એટલું જ નહીં પોલીસ અધિકારીએ પહેલા ગેરકાયદેસર રીતે પોતાના મકાનનું બાંધકામ કર્યું અને પડોશમાં દબાણ ઉભુ કર્યું. જેનો વિરોધ પડોશીએ કર્યો ત્યારે આ પોલીસ અધિકારીએ ઝઘડો કરીને ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી. અગાઉ પણ વિવાદમાં રહેલા પોલીસ અધિકારી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાયા છે.

દિપક મિશ્રા એક એવું નામ છે જે હંમેશા વિવાદોમાં ઘેરાયેલું રહે છે અગાઉ ભાવનગરમાં આરોપીઓને સર બજાર જાહેરમાં વરઘોડો કાઢી માર મારવાના કેસમાં પોલીસ ઈન્કવાયરી ચાલુ છે. તમે જોઈ શકો છો આ સીસીટીવી ફુટેજમાં દિપક મિશ્રા કેવી રીતે ભરબજારે ગુનેગારોને ફટકાર્યો છે અને તેમનું સરઘસ કાઢીને માનવ અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યો છે.

આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા માનવ અધિકાર પંચ દ્વારા દિપક મિશ્રા સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તે બાબતની ઇન્કવાયરી હાલમાં હજુ ચાલુ જ છે ત્યાં બીજી તરફ દિપક મિશ્રા અમદાવાદમાં આવેલા પોતાના ઘરના વિવાદને લઈને ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે અને સમગ્ર મામલો અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જ્યાં પોલીસ ઇસ્પેક્ટર દિપક મિશ્રા અને તેના પરિવારની સામે પડોશી દ્વારા માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

ખાખી વર્ધી અને સત્તાના ગુમાનમાં જનતા પર અત્યાચાર કરતા ભાવનગરના એલસીબી પીઆઇ દિપક મિશ્રાને વિવાદોમાં રહેવું વધારે પસંદ લાગે છે અને એટલા માટે જ કાયદો અને બંધારણની એસીતેસી કરીને તે મનફાવે તેવું વર્તન કરી રહ્યા છે અને પોલીસ તંત્રની ડિસિપ્લિનને નેવે મૂકીને ગુંડા  જેવું વર્તન રહ્યા છે.

ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભાવનગર એલસીબીના પીઆઇને આવું કરવાથી રોકવા શું તંત્ર ક્યારેય સફળ નહીં જાગે. પડોશી પરિવારને ફટકારવાની તેની દીકરીને એસિડ એસીડ નાખવાની અને ફરિયાદીના પતિને ગોળી મારીને મારી નાખવાની ધમકી આપનાર દિપક મિશ્રા જેવા ખાખીધારી ગુંડાઓ પર કોણ અંકુશ લગાવશે??

ખાખી વર્દી પહેરીને સમાજની રક્ષા કરવાની જાણે પ્રતિજ્ઞા લીધી હતી તે જ અધિકારી પોતાના ખાનગી હિત માટે કાયદાની એસીતેસી કરીને તથા પોલીસની વર્દીનો દુરુપયોગ કરીને સ્થાનિકોને ભયભીત કરવાનું કામ કરી રહ્યો છે જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે. ત્યારે આવા ખાખીધારી ગુંડાઓ સામે ક્યારે પગલા લેવામાં આવશે તેવું જનતા પૂછી રહી છે. ત્યારે બીજી તરફ ફરિયાદી પરિવારે ન્યાય મેળવવા અને ખોટો ખોફ ઉભો કરતા પોલીસ ઇન્સ્પેકટર દિપક મિશ્રના ગેરકાયદેસર મકાનના બાંધકામ ને રોકવા ગુજરાતની વડી અદાલતના દરવાજા ખખડાવ્યા છે..