Not Set/ Charles Michèle de l’Epée : ‘ બધિરોના પિતા ‘ ના જન્મદિન નિમિત્તે ગૂગલે બનાવ્યું ડૂડલ

આજનું ગૂગલનું ડૂડલ ખાસ વ્યક્તિની જન્મજયંતિને અર્પણ છે. આજે ચાર્લ્સ મિશેલ ડુલીપીનો ૩૦૬ મો જન્મદિવસ છે જે નિમિત્તે ગૂગલે તેમને સમ્માન આપ્યું છે. ચાર્લ્સ-મિશેલને બધિરોના પિતા કહેવામાં આવે છે. ૧૮ મી સદીમાં ચાર્લ્સે એક એવી સિસ્ટમ બનાવી હતી કે જેના દ્વારા બધિરોને સાઈન લેન્ગવેજ સમજાવી શકાય.ઘણા વર્ષો બાદ અમેરિકાએ પણ ઈશારાની આ ભાષાને અપનાવી હતી. […]

Top Stories World Trending
maxresdefault 22 Charles Michèle de l'Epée : ' બધિરોના પિતા ' ના જન્મદિન નિમિત્તે ગૂગલે બનાવ્યું ડૂડલ

આજનું ગૂગલનું ડૂડલ ખાસ વ્યક્તિની જન્મજયંતિને અર્પણ છે. આજે ચાર્લ્સ મિશેલ ડુલીપીનો ૩૦૬ મો જન્મદિવસ છે જે નિમિત્તે ગૂગલે તેમને સમ્માન આપ્યું છે.

ચાર્લ્સ-મિશેલને બધિરોના પિતા કહેવામાં આવે છે. ૧૮ મી સદીમાં ચાર્લ્સે એક એવી સિસ્ટમ બનાવી હતી કે જેના દ્વારા બધિરોને સાઈન લેન્ગવેજ સમજાવી શકાય.ઘણા વર્ષો બાદ અમેરિકાએ પણ ઈશારાની આ ભાષાને અપનાવી હતી. ત્યારબાદ દુનિયાભરમાં આ ટેકનીક ફેલાઈ ગઈ હતી. તેમણે વર્ષ ૧૭૬૯માં બધિરો માટે પ્રથમ મુક્ત સ્કુલ બનાવી હતી.

કોણ છે ચાર્લ્સ મિશેલ

૧૪ નવેમ્બર ૧૭૧૨ના રોજ વરસેજિસના એક પૈસાદાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ચાર્લ્સે પોતાનું સમગ્ર જીવન ગરીબોની સેવા પાછળ વિતાવ્યું હતું. પેરીસના ઝુપડપટ્ટી વિસ્તારમાં બે બહેરી બહેનો ઈશારામાં વાત કરી રહી હતી. જેને ચાર્લ્સ સમજી ગયા હતા અને બધિરો માટે ઈશારોની ભાષા લઈને આવ્યા.  એ સમયે બધીરોને તિરસ્કારની નજરથી જોવામાં આવતા હતા. ઘણા લોકો તેમનો તિરસ્કાર કરતા હતા. ઈશારાની આ ભાષા દરેક બધિરો માટે ઉપયોગી નીવડી હતી.

ચાર્લ્સનું યોગદાન જોઇને ફ્રાંસની સરકારે તેમની ઓળખાણ ‘ માનવતાનું હિત’  કરનાર વ્યક્તિ તરીકે કરી હતી.