ધારાસભ્યની અપીલ/ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે લોક ભાગીદારી બંધ,તમામ કામો સરકાર કરાવશે

હવે સીસીરોડ, પાણીની લાઇન, એલઇડી સ્ટ્રીટ લાઇટ, ગટર વગેરેના કામો મફતમાં થશે .અગાઉ આવા કામો લોક ભાગીદારીથી કરાવવા પડતા હતા જેમાં પ્રજાજનોએ 20 ટકા ફાળો આપવો પડતો હતો.

Top Stories Gujarat
4 39 જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે લોક ભાગીદારી બંધ,તમામ કામો સરકાર કરાવશે

ગુજરાતના જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં હવે નાગરિકોની પ્રાથમિક જરૂરીયાત માટે લોક ભાગીદારી અતર્ગત સુવિધા કરાવવામાં આવતી હતી તે હવે તદન મફત થઇ જશે, એટલે સોસાયટીનાી રસ્તા,સ્ટ્રીટ લાઇટ સહિતના કામોમાં હવે લોક ભાગીદારીનું ફંડ આપવાનું રહેશે નહી માત્ર એક દરખાસ્ત કરવાની રહેશે,જેનાથી પ્રાથમિક સુવિધા મળી રહેશે.આ મામલે જૂનાગઢના ધારાસભ્યે  પહેલ કરી છે.

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં હવે સીસીરોડ, પાણીની લાઇન, એલઇડી સ્ટ્રીટ લાઇટ, ગટર વગેરેના કામો મફતમાં થશે .અગાઉ આવા કામો લોક ભાગીદારીથી કરાવવા પડતા હતા જેમાં પ્રજાજનોએ 20 ટકા ફાળો આપવો પડતો હતો. પરંતુ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ એક નવી પહેલ કરી છે. જેના પરિણામે કોર્પોરેશન હદ વિસ્તારની સોસાયટીમાં સીસીરોડ, ગટર, પાણીની લાઇન કે એલઇડી સ્ટ્રીટ લાઇટની કામગીરી કરાવવી હશે તો તેના માટે એક રૂપિયો પણ લોક ભાગીદારીથી કાઢવો નહિ પડે.

જોકે, આ યોજનામાં પણ દરખાસ્ત ઓછી મળતા લોકો વધુ નાણાં ખર્ચી ન શક્યા હોય તેમ જણાયું. પરિણામે યોજનામાં ફેરફાર કર્યો. પ્રજાજનોએ લોક ભાગીદારીથી કરાવવાના કામોમાં 20 ટકાના બદલે માત્ર 10 ટકા જ ભરવાના હતા અને ધારાસભ્યએ 10 ટકાના બદલે 20 ટકા ભરવાના હતા. તેમ છત્તાં લોકોને આર્થિક નાણાંકીય તંગી નડી ગઇ હોય કે ગમે તે હોય તેમાં પણ દરખાસ્ત ન મળતા હવે આ કામો ફ્રીમાં કરી દેવાયા છે.

મતલબ કે, હવે સ્થાનિક સોસાયટીમાં સીસીરોડ, ગટર, પાણીની લાઇન કે એલઇડી સ્ટ્રિટ લાઇટના કામો કરાવવા હશે તો પ્રજાજનોએ 10 ટકા રકમ પણ ભરવી નહિ પડે. માત્ર દરખાસ્ત મોકલી આપવાથી કામ થઇ જશે. આ માટેના નાણાંમાં 20 ટકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ભરાશે, 10 ટકા રકમ કોર્પોરેશન સ્વભંડોળમાંથી ચૂકવશે અને બાકીની 70 ટકા રકમ સરકાર ભરશે. આમ, ટોટલ ફ્રિમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી શકશે જેના માટે ખાલી દરખાસ્ત કરવાની રહેશે.