પાકિસ્તાન/ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદની PMML પાર્ટી પાકિસ્તાનમાં ચૂંટણી લડશે,પુત્ર તલ્હાએ ઉમેદવારી નોંધાવી

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ દ્વારા સમર્થિત રાજકીય પક્ષ પાકિસ્તાન મિલી મુસ્લિમ લીગ (PMML) પણ ઉમેદવારો ઉભા કરી રહી છે

Top Stories World
4 4 4 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદની PMML પાર્ટી પાકિસ્તાનમાં ચૂંટણી લડશે,પુત્ર તલ્હાએ ઉમેદવારી નોંધાવી

પાકિસ્તાનમાં આવતા વર્ષે 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓમાં, 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ દ્વારા સમર્થિત રાજકીય પક્ષ પાકિસ્તાન મિલી મુસ્લિમ લીગ (PMML) પણ ઉમેદવારો ઉભા કરી રહી છે. હાફિઝ સઈદના આ નવા રાજકીય સંગઠને રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારોમાં તેના ઘણા ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે, જેની પાર્ટીનું ચૂંટણી પ્રતીક ‘ખુરશી’ છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, PMMLના કેન્દ્રીય અધ્યક્ષ ખાલિદ મસૂદ સિંધુએ સોમવારે દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને PMML સાથે કોઈ લેવાદેવા નથી. પાકિસ્તાન મિલ્લી મુસ્લિમ લીગ (PMML) પાર્ટીનું કહેવું છે કે તે એક રાજકીય પાર્ટી છે.ખાલિદ મસૂદ નેશનલ એસેમ્બલી મતવિસ્તાર NA-127 લાહોરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે. હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પણ આ ચૂંટણીમાં નસીબ અજમાવવા આવ્યો છે. તેમને લાહોરની એનએ-127 સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ 17 જુલાઈ, 2019 થી જેલમાં છે, કારણ કે તે પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના કેટલાક અન્ય નેતાઓ સાથે ઘણા આતંકવાદી નાણાંકીય કેસોમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. PMML પ્રમુખ ખાલિદ મસૂદનું કહેવું છે કે તેમની પાર્ટી રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ.ખાલિદ મસૂદ સિંધુ NA-130 લાહોરથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને લાહોરના એનએ-127થી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે, ખાલિદ મસૂદ સિંધુએ સોમવારે (25 ડિસેમ્બર) દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને PMML સાથે કોઈ લેવાદેવા નથી.

અમેરિકાએ આતંકવાદી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તૈયબા (LeT)નું સંગઠન છે. આ હુમલામાં 6 અમેરિકનો સહિત 166 લોકો માર્યા ગયા હતા. MML પર પ્રતિબંધના કારણે PMMLની રચના કરવામાં આવી છે જેથી 2024ની ચૂંટણી લડી શકાય.