ક્રાઈમ/ સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ થતા રહી ગયો, વધુ એક પ્રેમિકા પર હુમલો

સુરત શહેરમાં એક પ્રેમી દ્વારા પ્રેમિકા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 10 25T152850.973 સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ થતા રહી ગયો, વધુ એક પ્રેમિકા પર હુમલો

@અમિત રૂપાપરા 

Surat News: સુરત શહેરમાં એક પ્રેમી દ્વારા પ્રેમિકા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ પાસે આ ઘટના બનવા પામી હતી. આ સમગ્ર મામલે યુવતીના પરિવારજનો દ્વારા યુવતી પર હુમલો કરનારા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતી તેના પરિવારના સભ્યો સાથે રહે છે. યુવતીને વિષ્ણુ વસાવા નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ તે પોતાનું ઘર છોડીને બે વર્ષ સુધી પ્રેમી વિષ્ણુ વસાવા સાથે જ રહેતી હતી. આ બે વર્ષ દરમિયાન વિષ્ણુ અને યુવતીને અવારનવાર નાની-નાની બાબતો પર ઝઘડા થતા હતા અને વિષ્ણુ દ્વારા યુવતીને ઢોર માર મારવામાં આવતો હતો.

પ્રેમીના અત્યાચારોથી ત્રાસી જઈને બે મહિના પહેલા જ યુવતી તેના પરિવારના સભ્યો પાસે પરત આવી ગઈ હતી. તો બીજી તરફ વિષ્ણુ યુવતીને પોતાની સાથે વતન લઈ જવા માગતો હતો પરંતુ યુવતી વિષ્ણુ સાથે જવા માગતી ન હતી. જો કે પરિવારના સભ્યો પણ એવું ઈચ્છે રહ્યા હતા કે, દીકરીને વધારે પ્રેમીનો ત્રાસ સહન ન કરવો પડે અને તેથી પરિવારના સભ્યો પણ દીકરીને વિષ્ણુ પાસે જવાની મનાઈ કરતા હતા. તો બીજી તરફ વિષ્ણુ પોતાની જીદ પર અડ્યો હતો. યુવતી જ્યારે કામ પર જતી હતી ત્યારે તેનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો.

આજે જ્યારે બપોરના સમયે યુવતી કામ પર જતી હતી ત્યારે રાયકા સર્કલ પાસે વિષ્ણુએ યુવતીને રોકી હતી અને તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા વિષ્ણુએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે યુવતી પર હુમલો કરી દીધો હતો અને તેને ઇજાગ્રસ્ત કરી હતી. યુવતી પર હુમલો કર્યા બાદ વિષ્ણુ ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો અને ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીને તાત્કાલિક જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ સમગ્ર મામલે યુવતીના પરિવારના સભ્યો દ્વારા એવી માગણી કરવામાં આવી રહી છે કે, યુવતી પર હુમલો કરનારા વિષ્ણુ સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ થતા રહી ગયો, વધુ એક પ્રેમિકા પર હુમલો


આ પણ વાંચો:પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી, એકનું મોત, કોંગ્રેસે કર્યા પ્રહાર- VIDEO

આ પણ વાંચો:સુરતીઓએ કાર અને બાઈકનો મનપસંદના નંબર મેળવવા RTOની તિજોરી છલકાવી

આ પણ વાંચો:ગરબામાં લોહીની છોળો ઉડી……બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો

આ પણ વાંચો:દશેરાને લઈને આરોગ્ય વિભાગ જાગ્યો, અલગ અલગ દુકાનો પરથી લેવાયા ફાફડા જલેબીના સેમ્પલ