દરોડા/ અમદાવાદ બાદ સુરતમાં IT નાં દરોડાનો ધમધમાટ, વહેલી સવારથી IT વિભાગની સઘન તપાસ

અમદાવાદ બાદ હીરા નગરી સુરતમાં IT નાં દરોડાનો ધમધમાટ શરૂ થયો છે. સુરતમાં IT દ્વારા રિયલ એસ્ટેટનાં ધંધાર્થીઓનાં ત્યા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Top Stories Gujarat Surat
સુરતમાં IT નું સર્ચ ઓપરેશન
  • અમદાવાદ બાદ સુરતમાં ITનાં દરોડાનો ધમધમાટ
  • સુરતમાં ITનું મેગા સર્ચ ઓપરેશન
  • રિયલ એસ્ટેટનાં ધંધાર્થીઓને ત્યાં તપાસ
  • રિયલ એસ્ટેટનાં મોટા માથાને ત્યાં દરોડા
  • વહેલી સવારથી IT વિભાગની સઘન તપાસ
  • 30 જેટલાં સ્થળોએ દરોડાની કાર્યવાહી
  • તપાસને અંતે બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા

અમદાવાદ બાદ હીરા નગરી સુરતમાં IT નાં દરોડાનો ધમધમાટ શરૂ થયો છે. સુરતમાં IT દ્વારા રિયલ એસ્ટેટનાં ધંધાર્થીઓનાં ત્યા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો – સાવધાન! / દેશનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ‘જવાદ’ વાવાઝોડાની સંભાવના, 95 ટ્રેનોને કરાઇ રદ

આપને જણાવી દઇએ કે, સુરતમાં રિયલ સ્ટેટનાં મોટા માથાઓને ત્યા IT નાં દરોડા પડી રહ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં પણ વહેલી સવારથી જ IT વિભાગે દરોડા પાડી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. લગભગ 30 જેટલા સ્થળોએ IT વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. આ તપાસને અંતે બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકાઓ છે. સવારથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનને લઇને સુરતનાં મોટા માથાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં IT વિભાગની 10 થી વધુ ટીમો આ સર્ચ ઓપરેશનમાં લાગી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિલ્ડરોને ત્યા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. ખાસ કરીને સુરતનાં ફરતે જે અલગ-અલગ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, અને તમામ પ્રોજેક્ટમાં બિન હિસાબી આવક બેનામી વ્યવહાર છે કે કેમ તેની તપાસ IT વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મોટા ભાગનાં બિલ્ડોરને ત્યા IT નાં દરોડા પડ્યા છે, દસ્તાવેજો કબ્જે લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને 30 જેટલા સ્થળોએ ઈન્કમટેક્ષ દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • સુરતમાં આવકવેરા વિભાગની દરોડાની કામગીરી
  • વહેલી સવારથી દરોડાનો ધમધમાટ
  • સૂત્રોનાં હવાલેથી ખબર
  • સંગીની બિલ્ડર ગ્રુપને ત્યાં IT વિભાગની રેડ
  • સંગીની ગ્રુપનાં બે ભાગીદારોને ત્યાં પણ રેડ
  • બિલ્ડર્સને ફાયનાન્સ કરનારા ફાયનાન્સરને ત્યાં પણ રેડ
  • સુરતમાં 21 જેટલા બિલ્ડર્સ-ભાગીદારોને ત્યાં રેડ
  • તપાસને અંતે મોટાં બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકા

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, વહેલી સવારથી જ સુરતમાં IT વિભાગનાં દરોડાએ બિલ્ડરોમાં ફફડાટ પૈદા કર્યો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, સુરતમાં સંગીની બિલ્ડર ગ્રુપને ત્યા IT વિભાગનાં દરોડા પડ્યા છે. સંગીની ગ્રુપનાં બે ભાગીદારોને ત્યા પણ દરોડા પડ્યા હોવાની જાણકારી સામે આવી છે. તેટલુ જ નહી બિલ્ડર્સને ફાયનાન્સ કરતા ફાયનાન્સરોને ત્યા પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…