ગુજરાત/ પંચમહાલમાં યુવાનનું આકસ્મિક અવસાન થતા તાત્કાલીક સહાય પુરી પાડવામાં આવતા પરિવારને રાહત

મોરવા હડફ તાલુકાના અગરવાડા ગામના ડુંગરભીત ફળીયામાં રહેતા ૩૮ વર્ષીય રાઠોડ મહેશસિંહજી રણજીતસિંહજી પોતાના પશુઓને ચરાવવા ગયા હતા તે દરમિયાન અચાનક તેમના પર વિજળી પડવાથી ઘટનાસ્થળે અવસાન થયું હતુ

Gujarat Others Trending
પંચમહાલ

રાજ્યભરમાં વરસાદી માહૌલ વચ્ચે પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ સાથે એકતરફ ખેડુતોમાં ખુશીનુ મોજું ફરી વળ્યુ છે જ્યારે બીજી તરફ વિજળી પડવાથી એક વ્યક્તિનું અવસાન થયું છે. આ આકસ્મિક અચાનક ઘટના બનતા એક માતાએ પોતાના પુત્ર અને એક પત્નીએ પોતાના ઘરના મોભીને ગુમાવ્યો છે તેનો ભારે રંજ છે. છત્ર ગુમાવ્યા છતા આર્થિક સહાયનું છત્ર સરકાર તરફથી તાત્કાલીક સહાય મળતા દુઃખના ઘાવ પર રાહત થઈ છે. કુદરત કોઈને આવું દુઃખ ન આપે પણ જો કદાચ આવી પડે તો સરકારની સહાય પરીવાર માટે આશિર્વાદ સમાન સાબિત થાય છે.

પંચમહાલ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના અગરવાડા ગામના ડુંગરભીત ફળીયામાં રહેતા ૩૮ વર્ષીય રાઠોડ મહેશસિંહજી રણજીતસિંહજી પોતાના પશુઓને ચરાવવા ગયા હતા તે દરમિયાન અચાનક તેમના પર વિજળી પડવાથી ઘટનાસ્થળે અવસાન થયું હતુ. આ પશુપાલક પરિવારની વાત તેમના ભાવથી દિલથી મુખેથી વેદના સાથે સંવેદના જાણી હતી. તેમના ધર્મપત્ની સુરજબેન મહેશસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરીવાર સાથે અગરવાડા ગામના ડુંગરભીત ફળીયામાં રહે છે. અમો ખેતી તેમજ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છીએ. મારા પતિ ગત તા.૦૩’ જુલાઈના રોજ ગામની બાજુમાં આવેલા કોતરમા અમારા પશુઓને ચરાવવા ગયેલ હતા ત્યાં અચાનક વરસાદની સાથે વિજળી પડવાથી તેમનું અવસાન થયું હતુ.તેની જાણ થતા ગામના તલાટી અને મામલતદાર એ અમારી ગૃહ મુલાકાત લઈને જરુરી વિગતો મેળવી સરકાર માં અહેવાલ મોકલ્યો હતો.તે  અનુસંધાને રાજ્ય આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર અને વહિવટી તંત્ર દ્વારા સમયસર અમોને સહાય મળે તેવા પ્રયત્નો કર્યા હતા. જેનો રુપિયા ૦૪ લાખની સહાયનો ચેક મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે અમોને મળ્યો છે. સરકાર દ્વારા મળેલ આ સહાય થકી અમારા પરીવાર પર આવેલી કુદરતી આફતમાંથી બહાર નિકળવામા ઘણી જ મદદ મળશે. આ સરકારની આવી ઉદારદીલી નિતી ખૂબજ સારી છે જે એક સુરક્ષા છત્ર પુરૂ પાડે છે. જેઓની આર્થિક પરિસ્થિતી સારી ન હોય તેમને સરકારની આવી તત્કાલ સહાય ઘણી લાભદાયી સાબિત થાય છે તથા નિરાધાર થયેલા કુંટુંબના માણસો માટે સહાય આર્શીવાદ રૂપ બને છે. જે પાછળની જીંદગીમાં સહારો હૂંફ પુરી પાડે છે. આ સરકારી સહાય ખૂબજ સરાહનીય છે.તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પંચમહાલ

આ પણ વાંચો : સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર