ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અનોખી ઘટના સામે આવી છે. દિકરીનો જન્મ થવાથી છુટાછેડા આપનાર પતિના ઘરેથી મહિલાએ ઢોલ વગાડીને વિદાય લીધી. સાથે જ આ મહિલા આઠ વર્ષ પહેલા તેના લગ્નમાં જે ચૂંદડી પહેરીને આવી તે ચૂંદડી દરવાજા પર બાંધીને ત્યાંથી વિદાય લીઘી હતી. આ મહિલાએ તેના પતિની હકીકત સામે લાવવા આ કર્યુ હતુ. મહિલાએ જણાવ્યુ હતુ કે ‘ જ્યારે શિક્ષિત એન્જિનિયર મહિલા સાથે આવો વર્તાવ કરવામાં આવે છે તો ઓછુ ભણેલી સામાન્ય મહિલા સાથે કેવું વર્તન કરવામાં આવતુ હશે.
મળતી જાણકારી પ્રમાણે ઉર્વી નામની એક મહિલા રામદેવીમાં તેના પરિવાર સાથે તેની સાસરીમાં પહોંચી હતી. તેણે તેના પતિનો બધો જ સામાન પાછો આપી દીધો હતો અને તેણે જે લગ્નમાં ઓઢણી ઓઢી હતી તે ઓઢણી ઘરના દરવાજે બાંધીને ત્યાંથી વિદાય થઇ હતી. મહિલા આજ ચૂંદડીમાં વર્ષ 2016 માં એટલે કે 8 વર્ષ પહેલા દુલ્હન બનીને તેના સાસરીયામાં આવી હતી. અને હવે તે આખા મોહલ્લામાં ઢોલ વગાડીને તેના પરિવાર સાથે તેના સાસરીયામાંથી વિદાય લીધી છે.
8 વર્ષ પહેલા 2016 કર્યા હતા લગ્ન
કાનપુરના સાકેત નગરમાં રહેનારા અનિલ કુમાર BSNLમાં અધિકારી હતા. તેની એક ઉર્વી નામની દિકરી હતી જેને તે ખૂબ જ અભ્યાસ કરવાની એન્જીન્યર બનાવી હતી અને 2016 માં તેણે ઉર્વીના લગ્ન કાનપુરમાં રહેનારા આશિષ સાથે કર્યા હતા. આશિષ અને ઉર્વીના લગ્ન ધામધુમથી થયા હતા. આશિષ દિલ્હીમાં એન્જિન્યર છે.
દિકરીનો જન્મ થવાથી પતિએ કરી મારામારી
અનિલ કુમારે જણાવ્યુ કે બધુ જ સરસ ચાલી રહ્યુ હતુ. પણ થોડો સમય પહેલા તેમની દુનિયા બદલાઇ ગઇ જ્યારે ઉર્વી દિકરીને જન્મ આપે છે. પરંતુ આશિષને દિકરીનો જન્મ થયો એ પસંદ નહોતુ. આ કારણોસર ઉર્વીને હેરાન કરવાનું શરુ કરે છે. અને અનિલે આ ઘટના વિશે વધુ જણાવતા કહ્યુ કે ‘ મેં દિલ્લીમાં એક ફ્લેટ મારી દિકરીના નામે કરી દીધો હતો. જ્યારે તેનો પતિ આ ફ્લેટ પોતાના નામે ટ્રાન્સફર કરવાની જીદ કરવા લાગ્યો હતો.
મારપીટનો કેસ નોંધાવ્યા બાદ આપ્યા છૂટાછેડા
અનિલ કુમારે કહ્યુ હતુ કે આશીષ ઉર્વી સાથે મારપીટ કરવા લાગ્યો હતો. ત્યાર બાદ આશિષ સામે દિલ્લીમાં ફરીયાદ કરવામાં આવી હતી. ફરિયાદ થતા જ તેણે મારી દિકરીને છુટાછેડા આપી દીધા હતા, ત્યારે હું અને ઉર્વીએ નક્કી કર્યુ કે આપણે તેમનો બધો જ સામન પાછો આપી દઇશુ.આશિષની હકીકત સમાજ સામે આવે એટલે આવું કરવું જરુરી હતુ.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ, પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ
આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો
આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ